નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.) દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડા મંગળવારે કેર્ન્સ
(ઓસ્ટ્રેલિયા) માં પ્રથમ વન ડેશરૂ થવાના, એક કલાક પહેલા પગની ઘૂંટીમાં ઈજાને કારણે
ઓસ્ટ્રેલિયા સામેની વન ડેશ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”
સોમવારે રબાડાના જમણા પગની ઘૂંટીમાં સોજો આવતા તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 30 વર્ષીય ખેલાડીને
ત્રણ મેચની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે
ઓસ્ટ્રેલિયામાં જ રહેશે અને પ્રોટીયાઝ મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ પુનર્વસનમાંથી
પસાર કરશે.
ડાબા હાથના ફાસ્ટ બોલર ક્વેના મફાકા, જે બંને ટીમો
વચ્ચેની છેલ્લી ટી-20 શ્રેણીમાં સૌથી
વધુ વિકેટ લેનાર બોલર હતા,
તેમને ટીમમાં
સામેલ કરવામાં આવ્યા છે. જોકે, શ્રેણીની પ્રથમ મેચ માટે તેમની પસંદગી કરવામાં આવી ન હતી.
હિન્દુસ્થાન સમાચાર/વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
