
નવી દિલ્હી, 08 ડિસેમ્બર (હિ. સ.). ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ, ગુરુવારે સાંજે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ) માટે એક સમિતિની જાહેરાત કરી, જે ડબલ્યુપીએલ ને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
સમિતિ વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને બીસીસીઆઈ માને છે કે, તેમની સામૂહિક કુશળતા અને મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો જુસ્સો તેમને મહિલા પ્રીમિયર લીગની અમૂલ્ય સંપત્તિ બનાવે છે.
સમિતિના સભ્યો મહિલા પ્રીમિયર લીગની વૃદ્ધિ અને સફળતામાં યોગદાન આપવાની તક વિશે ઉત્સાહિત છે. તેઓ હિતધારકો, ખેલાડીઓ અને પ્રશંસકો સાથે મળીને ઉત્સાહપૂર્ણ અને સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવા માટે ઉત્સુક છે, જે મહિલા ક્રિકેટમાં અપાર પ્રતિભાનું પ્રદર્શન કરે છે.
વિમેન્સ પ્રીમિયર લીગ માટેની સમિતિના સભ્યો નીચે મુજબ છે:
રોજર બિન્ની – અધ્યક્ષ, જય શાહ – સંયોજક, અરુણ ધૂમલ – આઈપીએલ અધ્યક્ષ, રાજીવ શુક્લા – બીસીસીઆઈ ઉપાધ્યક્ષ, આશિષ શેલાર – બીસીસીઆઈ માનદ ખજાનચી, દેવજીત સૈકિયા – બીસીસીઆઈ માનદ સંયુક્ત સચિવ, મધુમતી લેલે, પ્રભાતેજ ભાટિયા.
હિન્દુસ્થાન સમાચાર/સુનીલ / ડો. હિતેશ
