• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતમાં, NFSUનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો
Regional

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતમાં, NFSUનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો

CliQ INDIA
Last updated: January 7, 2024 6:25 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE
કેન્દ્રીય શિક્ષણ મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીનગર, 07 જાન્યુઆરી (હિ.સ.): નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો દ્વિતીય પદવીદાન સમારોહ NFSU કેમ્પસ, ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ પદે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષપદે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલપતિ, પ્રો. (ડૉ.) રમાશંકર દુબે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રિપબ્લિક ઓફ ઝિમ્બાબ્વેના શિક્ષણ મંત્રી એડસન મોયો, રવાન્ડાના ભારત ખાતેના હાઇકમિશનર જેકેલિન મુકાન્ગિરા ખાસ આમંત્રિત મહાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, NFSUના કુલપતિ, ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે શૈક્ષણિક વર્ષ-2022-23માં ઉત્તીર્ણ થયેલા કુલ 48 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા છે. ઉપરાંત, જ્યારે યુનિવર્સિટીના કુલ 1178 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. જેમાં 23 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રીનો સમાવેશ થાય છે. મુખ્ય અતિથિ ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા NFSUના વિવિધ વિષયોના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ન્યાયસંગત સમાજ-ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં NFSUના વિદ્યાર્થીઓનું વિવેકપૂર્ણ યોગદાન ભારતને આગામી સમયમાં સુરાજ્ય-રામરાજ્ય તરફ આગળ ધપાવશે. વસુધૈવ કુટુમ્બકમ્-ની ભાવનાને ચરિતાર્થ કરવા માટે વિદ્યાર્થીઓ વ્યક્તિગત વિચારથી આગળ વધીને 21મી સદીમાં ભારતને વિશ્વસ્તરે આગળ વધારે તે સમયની માગ છે. સ્પર્ધાત્મક દુનિયામાં ભૌતિકતાની સાથે ભારતીય આધ્યાત્મિકતા પણ ખૂબ મહત્ત્વની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વમાં ઘડાયેલી નવી શિક્ષણ નીતિ-2020ના ભાગરૂપે NFSU ખરા અર્થમાં મલ્ટી-ડિસિપ્લિનરી યુનિવર્સિટી બની છે. NFSU જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થામાં વિદ્યાર્થીઓને મળીને તેમજ તેઓને ડી.એસસી., પીએચ.ડી. સહિતની ડિગ્રી પ્રદાન કરીને ગૌરવની લાગણી અનુભવું છું. આ યુનિવર્સિટીમાં 55 ટકા વિદ્યાર્થિનીઓ ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરી રહી છે, તે આનંદદાયક છે. આર્થિક પ્રગતિએ નવા પડકારો ઊભા કર્યા છે. વિશ્વમાં નવી વિશ્વ-વ્યવસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે અને તેમાં ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા NFSU સાયબર સિક્યોરિટી સહિતના ક્ષેત્રોમાં કાર્યરત્ છે અને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે નવી તકો પણ ઊભી કરી રહી છે.

NFSUના કુલપતિ, ડૉ. જે.એમ.વ્યાસે, સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપના એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વ માટે ઉપયોગી કુશળ ફોરેન્સિક નિષ્ણાતોનું સર્જન કરવા માટેનું સ્વપ્ન છે અને ગુનાખોરી સંબંધિત પડકારોનો સામનો કરવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે. 14 વર્ષના ટૂંકા ગાળામાં યુનિવર્સિટીએ રાજ્ય સ્તરથી લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની અભૂતપૂર્વ પ્રગતિ કરી છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ નિરંતર માર્ગદર્શન, પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે. દર વર્ષે 2000થી વધુ વિદેશી પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક વૈજ્ઞાનિકો, ન્યાયાધીશો, વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીના અધિકારીઓ આ યુનિવર્સિટીમાં તાલીમ મેળવે છે.

ડો. વ્યાસે જણાવ્યું હતું કે, હાલમાં, યુનિવર્સિટી 72 અત્યંત વિશિષ્ટ ડોક્ટરલ, પોસ્ટ-ડોક્ટરલ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ, ઇન્ટિગ્રેટેડ UG-PG પ્રોગ્રામ્સ, પોસ્ટ-ડોક્ટરલ (D.Sc. / D.Litt. / LLD), B. Sc. જેવા ફોરેન્સિક સાયન્સ સાથે સંબંધિત અભ્યાસક્રમો ચલાવે છે. જ્યારે 35થી વધુ દેશોના વિદ્યાર્થીઓ, આ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી રહ્યાં છે. ભારતમાં NFSU નવ કેમ્પસ ધરાવે છે. વિદેશ, યુગાન્ડા ખાતે પોતાનું કેમ્પસ શરૂ કરનારી ભારતની સૌપ્રથમ સરકારી યુનિવર્સિટી બનવાનું ગૌરવ પણ NFSU ધરાવે છે.

આ પદવીદાન સમારોહમાં દરમિયાન વિવિધ ક્ષેત્રના મહાનુભાવો; બોર્ડ ઓફ ગવર્નર્સ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો; પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર-ગાંધીનગર, સી. ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSUની વિવિધ સ્કૂલ્સના ડીન અને એસોસિયેટ ડીન, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/માધવી

You Might Also Like

પ્રાકૃતિક કૃષિનો મંત્ર : વડોદરાના પાદરાના પ્રગતિશીલ ખેડૂત અમરસિંહ પઢિયારની સફળ ગાથા
પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારમાં જ્ઞાન પાંચમની પવિત્ર ઉજવણી
શરીર બહાર કાઢી ‘કાર’સ્તાન કરતાં, ભુજના યુવક સામે કાર્યવાહી
વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું, પોલીસ દ્વારા સુદ્રઢ આયોજન
ગીર સોમનાથ ખરીફ પાકોનું ટેકાના ભાવે, વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા શરૂ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બીજેપીએ સિક્કિમથી, રાજ્યસભાના ઉમેદવાર તરીકે દોરજી ત્સેરિંગ લેપ્ચાને નોમિનેટ કર્યા
Next Article નવસારી જિલ્લામાં, સિનિયર સીટીઝન માટે સ્પર્ધાનું આયોજન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?