
વિશાખાપટ્ટનમ, નવી દિલ્હી, 23 નવેમ્બર (હિં.સ.) ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-20 મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કાર્યકારી કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે,” રોહિત શર્માએ, વર્લ્ડ કપમાં જે કર્યું છે તે એક ઉદાહરણ રજૂ કરશે.”
2023ના વર્લ્ડ કપમાં રોહિત શર્માએ, 126ના સ્ટ્રાઈક રેટથી 597 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે રેકોર્ડબ્રેક 31 સિક્સર ફટકારી હતી.
સૂર્યકુમારે બુધવારે મેચની પૂર્વસંધ્યાએ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, તમે જોયું કે આ સંપૂર્ણપણે અલગ રોહિત શર્મા હતો. મારો મતલબ, તેણે ખરેખર તેના મનની વાત કરી હતી. અમે ટીમ મીટિંગમાં જે પણ વાત કરી, તેણે તે જ કર્યું. મેદાન પર પણ તેજ વસ્તુ તેણે કરી. અમને તેના પર ખૂબ ગર્વ છે. અમે કેપ્ટન તરીકે તેના ઉદાહરણને પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરીશું.
સૂર્યકુમારે કહ્યું, જ્યારે હું આજે બપોરે ટીમને મળ્યો, ત્યારે મેં એટલું જ કહ્યું કે જ્યારે આપણે મેદાન પર જઈએ ત્યારે આપણે ખૂબ જ નિઃસ્વાર્થ હોવું જોઈએ. કારણ કે હું એક એવો વ્યક્તિ છું જે વ્યક્તિગત સિદ્ધિઓ વિશે વધુ વિચારતો નથી અને તેના બદલે ટીમના ગોલ માટે કામ કરું છું. હું તેના વિશે વિચારું છું. આઈપીએલ અને કેટલીક ભારતીય રમતો દરમિયાન હું રોહિત સાથે ઘણી વખત રમ્યો છું, તેથી તે જાણે છે કે, હું કેવી રીતે કામ કરું છું. અને તે એટલું મુશ્કેલ નહોતું અને અમે શ્રેણી માટે ખરેખર ઉત્સાહિત છીએ.
હવે ભારતના સુકાની તરીકે સૂર્યકુમાર, ક્રિકેટની બ્રાન્ડને આગળ વધારવા માંગે છે જે ભારતે રોહિતની આગેવાનીમાં વર્લ્ડ કપ દરમિયાન રમ્યું હતું.
સૂર્યાએ કહ્યું, મારો મતલબ, તે દેખીતી રીતે થોડી નિરાશાજનક છે. પરંતુ અંતે, જ્યારે તમે પ્રવાસ પર નજર નાખો, તો તે ખરેખર દરેક સભ્ય માટે એક મહાન અભિયાન હતું – માત્ર ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ સપોર્ટ સ્ટાફ માટે. સમગ્ર ભારત અને અમારા તમામ દરેક વ્યક્તિએ જે રીતે મેદાન પર પોતાની પ્રતિભા દર્શાવી તેના પર પરિવારોને ખૂબ ગર્વ હતો. તે સકારાત્મક હતું, અમે સમગ્ર ટુર્નામેન્ટમાં જે બ્રાન્ડની ક્રિકેટ રમી હતી, અને અમે તેના પર ગર્વ કરી શકીએ છીએ.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
