નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.) ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામેની વર્તમાન ટી-20 શ્રેણીની બાકીની મેચો માટે પોતાની ટીમમાં ફેરફાર કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ ટી-20 ટીમમાંથી છ વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે.
સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એડમ ઝમ્પા, માર્કસ સ્ટોઈનિસ, જોશ ઈંગ્લિસ અને સીન એબોટને ભારત સામે ચાલી રહેલી પાંચ મેચોની ટી20 શ્રેણીની બાકીની ત્રણ મેચોમાંથી આરામ આપવામાં આવ્યો છે. ક્રિકેટ ડોટ કોમ એયુના મુજબ, વિશ્વકપ વિજેતા સ્ટીવ સ્મિથ અને એડમ ઝમ્પા, આજે રાત્રે ગુવાહાટીમાં ત્રીજી મેચ પહેલા જ ઘરે પરત ફર્યા છે. જ્યારે ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, જોશ ઈંગ્લિસ અને સીન એબોટ આવતીકાલે પરત ફરશે.
નોંધનીય છે કે, ભારતીય ટીમ પાંચ મેચની ટી-20 શ્રેણીમાં 2-0થી આગળ છે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટી-20 મેચ આજે રાત્રે ગુવાહાટીમાં રમાશે.
ઓસ્ટ્રેલિયન ટીમઃ મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ, બેન દ્વારશુઈસ, નાથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડોર્મોટ, જોશ ફિલિપ, તનવીર સંઘા, મેટ શોર્ટ, કેન રિચર્ડસન.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર / સુનીત / માધવી
