નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિં.સ.) ઇંગ્લિશ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 2024 ની આવૃત્તિમાં રમશે નહીં કારણ કે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) આવતા વર્ષના ટી-20 વર્લ્ડ કપની તૈયારીમાં તેના વર્કલોડને નિયંત્રિત કરવા માંગે છે.
આર્ચર મે 2023 થી કોઈપણ વ્યાવસાયિક ક્રિકેટ રમ્યો નથી, તે સમય દરમિયાન તેને આઈપીએલમાં, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે કોણીના સ્ટ્રેચના ફેકચરનું પુનરાવર્તન થયું હતું. તેણે વર્લ્ડ કપ દરમિયાન રિઝર્વ તરીકે થોડા સમય માટે, ભારતનો પ્રવાસ કર્યો હતો, પરંતુ મુંબઈમાં તાલીમ લેતી વખતે તેને કોણીમાં વધુ દુખાવો થયો હતો અને એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ઘરે પરત ફર્યો હતો.
ઇએસપીએનક્રીકઈંફો અનુસાર, આર્ચરે 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાનારી આઈપીએલ હરાજી માટે નોંધણી કરાવી નથી.
તેણે તાજેતરમાં ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2025 સુધી ચાલતા બે વર્ષના ઈંગ્લેન્ડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા અને ઇસીબીએ, આર્ચરને હરાજી માટે નોંધણી ન કરવા જણાવ્યું હતું.
ઈંગ્લેન્ડના મેન્સ મેનેજિંગ ડિરેક્ટર ઓફ ક્રિકેટ રોબ કીએ વારંવાર ભાર મૂક્યો છે કે,’ ઈંગ્લેન્ડે ફ્રેન્ચાઈઝી લીગ સાથે પાછળ ધકેલવાને બદલે, તેની સાથે કામ કરવું જોઈએ, પરંતુ ECB માને છે કે જો આર્ચર ભારતમાં આઈપીએલ રમવાને બદલે તેમની દેખરેખ હેઠળ એપ્રિલ અને મે મહિનામાં યુકેમાં રહે તો, તેના વાપસીનું સંચાલન કરવું સરળ બનશે.”
આર્ચરને શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સે, આઈપીએલ 2022 પહેલા રૂ. 8 કરોડમાં ખરીદ્યો હતો. તેમ છતાં ફ્રેન્ચાઈઝી જાણતી હતી કે, તે પીઠની ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર રહેશે. પરંતુ ગયા અઠવાડિયે તેને તેના કરારમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
2024ની શરૂઆતમાં એસએ20 ની બીજી સિઝન માટે, મુંબઈ ઈન્ડિયન્સની સહયોગી ફ્રેન્ચાઈઝી એમઆઈ કેપ ટાઉન દ્વારા, તેને ‘વાઈલ્ડકાર્ડ’ ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવ્યો છે, પરંતુ તે ટુર્નામેન્ટમાં તેની ભાગીદારી તેના પુનર્વસન કેવી રીતે આગળ વધે છે, તેના પર નિર્ભર રહેશે. તે આવતા અઠવાડિયે બાર્બાડોસમાં ઈંગ્લેન્ડની વ્હાઈટ બોલ ટીમ સાથે, તાલીમ લેવાનો છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે અથવા ટી-20 શ્રેણીમાં ભાગ લેશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
