ભુજ/અમદાવાદ,23 ઓકટોબર (હિ.સ.) ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે સ્વચ્છતા હી સેવા ઝુંબેશની શરૂઆત કરાવી છે.ગામડાઓથી માંડીને, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ આ અભિયાનમાં સક્રિય રીતે સહભાગી થઈને સ્વચ્છતાલક્ષી કામગીરી કરી રહી છે. કચ્છ જિલ્લામાં રાપર તાલુકાના વિવિધ ગામડાઓમાં આ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
નાગરિકો સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને પોતાના આજુબાજુના વિસ્તારને વધુ સ્વચ્છ બનાવવામાં શ્રમદાન કરે તે આશયથી કચ્છના રાપર તાલુકામાં ભીમાસર, આડેસર, ભુટકિયા, યાત્રાધામ મોમાઈ મોરા, પદમપર ખાતે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું
હતું. ગ્રામજનોએ સામૂહિક રીતે જાહેરસ્થળોની સફાઈ કરીને ગામને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો. રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં કચ્છ જિલ્લાના ગામડાઓ સહભાગી થઈને અભિયાનને વેગ આપી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/
