વડોદરા/અમદાવાદ,11 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક લોકો સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કરજણ તાલુકાના માનપુર ખાતે લાભાર્થી માટે આરોગ્યલક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, વીજ યોજના, પી.એમ.સ્વ નિધિ યોજનાના દસ કાઉન્ટરો ઊભા કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી ઘર આંગણે સરકારી યોજનાના લાભો મેળવ્યા હતા.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત માનપુર મુકામે યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી થઈ ધારાસભ્ય અક્ષય પટેલે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ આપી લાભાન્વિત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતિ સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ તેમજ લાભાર્થાઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.આ પ્રસંગે કરજણ તાલુકાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
