મોડાસા, 3 નવેમ્બર :અરવલ્લી જિલ્લા ની નામાંકિત તત્વ ઈજનેરી કોલેજ ખાતે આજ રોજ તા. :03/11/2023 શુક્રવારના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં સંસ્થાની વિવિધ વિધ્યાશાખાના વિધાર્થીઓતથા સ્ટાફ મિત્રોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમા શ્રીમતી એમ. વી. રાઠોડ જિલ્લા પુરવઠા અધિકારી તથા ડેપ્યુટી કલેક્ટર અનિતાબેન કડિયા દ્વારા વિદ્યાર્થીઓને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન મતદાનના મહત્વ વિશે માહિતી- માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને જાગૃતિ માટે નુ પ્રેજન્ટેશન તથા વિડીયો બતાવવામાં આવ્યા હતા .
સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી જયદત્તસિંહ પુવારે જણાવ્યું હતું કે ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં મતદાન કોઈ તહેવારથી ઓછું નથી. દરેક નાગરિકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. તે સ્વતંત્ર રીતે દેશ માટે જવાબદાર પ્રતિનિધિની પસંદગી કરી શકે છે. દરેક નાગરિકની ફરજ છે કે પોતાની જવાબદારી સમજીને યોગ્ય રીતે મતદાન કરે. દેશનું શાસન કોણ ચલાવશે તે મતદાન નક્કી કરે છે. અને મતદાન યાદીમાં જો કોઈ સુધારો હોય તો કરાવવા અને 18 વર્ષથી મોટા વિદ્યાર્થીઓને ચૂંટણી કાર્ડ કઢાવવા માટે હાકલ કરી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન તત્વ કૉલેજ ના આચાર્ય પ્રૉ. હરેન્દ્રસિંહ ચૌહાણ તથા પ્રૉ. બીના સથવારા ધ્વારા કરવામાં આવ્યું હતું.
