અમદાવાદ, 14 ઓકટોબર – કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે તેણે અમદાવાદ સ્થિત ધ સુવિકાસ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ ને ‘ધ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ’ અમદાવાદ સાથે મર્જ કરવાની યોજનાને મંજૂરી આપી છે.
આ યોજના 16 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. સુવિકાસ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની શાખાઓ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકની શાખાઓ તરીકે કામ કરશે.
ભારતીય રિઝર્વ બેંકે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા , આરબીએલ બેંક અને બજાજ ફાઈનાન્સ લિમિટેડ ને સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ ફટકાર્યો છે. RBI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર ‘ડેટ અને એડવાન્સિસ – વૈધાનિક અને અન્ય પ્રતિબંધો’ સંબંધિત તેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ 1 કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
