શણકોઈ ખાતે બાલા હનુમાનજી મંદિરે રામ દરબારના નવા સાજ શણગાર કરવામાં આવ્યો
આદિવાસી ભક્તોએ 24 કલાક સતત રામધૂન કરૂ
ભરૂચ, 22 જાન્યુઆરી (હિ.સ.) ભારત આખા દેશમાં ભગવાન રામ લલ્લાની અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીઓ થઈ રહી છે .ત્યારે નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે બાલા હનુમાનજી દાદાના મંદિરે ભગવાન રામના તેમજ આખા રામ દરબારના સાજ અને શણગાર કરવામાં આવ્યા છે. તેમજ આદિવાસી ભક્તો દ્વારા સતત 24 કલાક રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું . શણકોઈ બાલા હનુમાનજી દાદાની મૂર્તિ 700 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલ છે. માનવધામ શણકોઈ બાલા હનુમાનજી મંદિર આજુબાજુના વિસ્તારના હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે દરેક ધાર્મિક આયોજનો કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ
