રાજકોટ/અમદાવાદ, રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી માટે 7 મે ના રોજ મતદાન યોજાનાર છે.જેમાં સૌ જિલ્લાવાસીઓ પોતાના પવિત્ર મતદાનની ફરજ અંગે જાગૃત થઈ, મતદાન કરે તે માટે સ્વીપ દ્વારા વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદારો જાગૃત થઈ મતદાનની નૈતિક ફરજ બજાવે તે માટે જાગૃતિલક્ષી કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. 72- જસદણ વિધાનસભા વિસ્તારમાં ખડવાવડી પ્રાથમિક શાળા દ્વારા મતદાર જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ તમારૂ મતદાન લોકતંત્રનો પ્રાણ એક મત ચમત્કાર કરી શકે, તેથી 100% મતદાન કરીએ જેવા વિવિધ પોસ્ટર અને સ્લોગન થકી ગામના લોકોને તથા ખડવાવડી દૂધ ઉત્પાદન સહકારી મંડળીની મહિલાઓને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જસદણ વિધાનસભા મતદાન વિભાગમાં 1,36,678 પુરુષ અને 1,25,865 સ્ત્રીઓ કુલ 2,62,543 મતદારો નોંધાયેલા છે ત્યારે સ્વીપ દ્વારા વધુને વધુ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે,
