નવી દિલ્હી, 16મા નાણાં પંચે યુવા વ્યાવસાયિકો અને સલાહકારો પાસેથી કરારના આધારે અરજીઓ આમંત્રિત કરી છે. ફાઇનાન્સ કમિશને, તેની સત્તાવાર વેબસાઇટ પર, આ માટે પાત્રતા, નિયમો અને શરતો, મહેનતાણું અને અરજી ફોર્મ અપલોડ કર્યું છે.
નાણા મંત્રાલયે શુક્રવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “સોળમા નાણાપંચે કરારના આધારે યુવા વ્યાવસાયિકો અને સલાહકારો પાસેથી, અરજીઓ આમંત્રિત કરી છે. આયોગે તેની અધિકૃત વેબસાઇટ પર આ માટે પાત્રતા, નિયમો અને શરતો, મહેનતાણું અને અરજી ફોર્મ અપલોડ કર્યું છે.” મંત્રાલયના જણાવ્યા અનુસાર, કમિશનમાં કોન્ટ્રાક્ટના આધારે યંગ પ્રોફેશનલ્સ અને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવા ઇચ્છુક અરજદારો આપેલા ઈ-મેલ આઈડી પર તેમની અરજી મોકલી શકે છે.
નાણાપંચ એક બંધારણીય સંસ્થા છે. તે કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધો પર તેના સૂચનો આપે છે. ભારત સરકારે 31મી ડિસેમ્બર 2023ના રોજ, અરવિંદ પનગઢીયાની અધ્યક્ષતામાં, 16મા નાણાં પંચની રચના કરી છે. કમિશન 31 ઓક્ટોબર 2025 સુધીમાં, તેનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરત કરશે. કમિશનનો આ રિપોર્ટ 1 એપ્રિલ 2026થી, પાંચ વર્ષ માટે રહેશે. તેની પ્રથમ બેઠક 14 ફેબ્રુઆરી 2024ના રોજ, મળી હતી.
