રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વ્યકિતત્વ વિકાસ માટે વિવિધ ઉપક્રમો કાર્યરત છે, જેમાંથી “સપ્તધારા” ખાસ કરીને વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે મહત્વપૂર્ણ છે. ડો. આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કૉલેજ, ઊંઝા ખાતે સપ્તધારાની “ગીતસંગીત-નૃત્ય ધારા” અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
BulletsIn
- પ્રિ. ડૉ. જગદીશ એચ. પ્રજાપતિની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સ્પર્ધાનું આયોજન થયું.
- પ્રો. મહેશભાઈ ચૌધરીએ આ સ્પર્ધાનું સંકલન કર્યું.
- વિધાર્થી ભાઇ-બહેનો અને અધ્યાપકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
- સ્પર્ધામાં પ્રથમ ક્રમે સેમેસ્ટર-4 ની કવિતા એચ. જાખેસરા વિજેતા બન્યા.
- બીજા ક્રમે સેમેસ્ટર-4 ની દિપ્તી બી. પ્રજાપતિ અને સેમેસ્ટર-6 ના સચિન દિનેશ ઠાકોર રહ્યા.
- તૃતીય ક્રમે સેમ-4 ના યશ પ્રજાપતિ, માહિન પંચાલ અને વિપુલજી ઠાકોર સંયુક્ત વિજેતા બન્યા.
- પ્રા. કે.એમ. જોશી અને આચાર્યએ પણ દેશભક્તિ ગીત ગાઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું.
- પ્રિ. ડૉ. જગદીશ પ્રજાપતિએ કહ્યું કે સંગીત માનસિક શાંતિ અને પ્રફુલ્લિતતા આપે છે.
- विद्यार्थીઓને કોઈ વાજિંત્ર વગાડવાનો શોખ વિકસાવવાનો અનુરોધ કર્યો.
- પ્રા. ડૉ. ચિત્રા શુક્લાએ કાર્યક્રમનું સંચાલન કર્યું અને પ્રા. ડૉ. હસમુખ જોશીએ આભારવિધિ કરી.
