રાજકોટ/અમદાવાદ,21 ઓકટોબર : સિકલ સેલ એનિમિયા એક પ્રકારનો બ્લડ ડિસઓર્ડર છે, જેમાં રેડ બ્લડ સેલ્સ પ્રભાવિત થાય છે. આ રોગમાં શરીરમાં હાજર લાલ રક્તકણોની રચના પર અસર થાય છે, જે શરીરમાં ઓક્સિજનનું પરિવહન કરે છે. સામાન્ય રીતે, લાલ રક્તકોશિકાઓ ગોળાકાર આકારના અને લવચીક હોય છે. જેથી, સરળતાથી રક્તવાહિનીઓમાંથી પસાર થઈ શકે છે. પરંતુ સિકલ સેલ એનિમિયામાં કેટલાક લાલ
રક્તકણો ચંદ્રના આકારના હોય છે. તે ચીકણું અને સખત બની જાય છે, જે લોહીના પ્રવાહને ધીમો કરે છે, જેના કારણે શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે અને ધીમે-ધીમે સિકલ સેલ ખત્મ થવા લાગે છે, જેના કારણે રેડબ્લડ સેલ્સ ઘટવા લાગે છે અને શરીરને પૂરતો ઓક્સિજન મળી શકતો નથી. સિકલ સેલ એનિમિયા એક આનુવંશિક રોગ છે. જે જન્મના સમયથી જ હોય છે. જ્યારે બાળક તેનામાતા-પિતા બંને પાસેથી સિકલ સેલ જીન્સ મેળવે છે, ત્યારે તેને સિકલ સેલ બીમારી થાય છે. જો મહિલા અનેપુરુષ બંને પાત્ર સિકલ વાહક (ટ્રેઈટ) હોય તો 25% તંદુરસ્ત અથવા 50 % સિકલ સેલ વાહક અથવા 25% સિકલ સેલ રોગ ધરાવતું બાળક જન્મવાની સંભાવના છે. જો મહિલા અને પુરુષ બંનેમાંથી એક પાત્ર સિકલ વાહક (ટ્રેઈટ) અને એક પાત્ર સિકલ રોગ (ડીસીઝ) ધરાવતા હોય તો 50% સિકલ સેલ વાહક અથવા 50%સિકલ સેલ રોગ ધરાવતું બાળક જન્મવાની સંભાવના છે.
વધુમાં, જો મહિલા અને પુરુષ બંને પાત્ર સિકલ રોગ (ડીસીઝ) ધરાવતા હોય તો 100% સિકલ રોગ (ડીસીઝ) ધરાવતું બાળક જન્મવાની સંભાવના છે. જે વ્યક્તિને સિકલ સેલ નથી, તેવી વ્યક્તિ સિકલ સેલધરાવતા વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. આથી, આવનારી પેઢીને સિકલ સેલ એનિમિયાના રોગથી બચાવવામાટે લગ્નગ્રંથિમાં જોડાતા અગાઉ મેડિકલ તપાસ કરવી આવશ્યક છે.
