• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > મુખ્યમંત્રીના હસ્તે રાજ્યની 8 મહાનગરપાલિકા, તેમજ 16 નગરપાલિકાને “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત
Regional

મુખ્યમંત્રીના હસ્તે રાજ્યની 8 મહાનગરપાલિકા, તેમજ 16 નગરપાલિકાને “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત

CliQ INDIA
Last updated: September 27, 2025 11:35 am
CliQ INDIA
Share
5 Min Read
SHARE
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૬ નગરપાલિકાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અર્પણ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વચ્છતા સહિતના જન સુખાકારીના કામો માટે શહેરો વચ્ચે એવોર્ડ મેળવવા માટેની સ્પર્ધા થાય તેવો વધુ સારો વિકાસ કરવાની આપણી નેમ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહ તેમજ સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિર યોજાઈ હતી. મુખ્યમંત્રીએ સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અને કુલ રૂ. ૧૮.૫ કરોડની પ્રોત્સાહક રકમ એનાયત કરી હતી. આ ઉપરાંત “મારુ શહેર, મારું ગૌરવ અભિયાન”ના લોગોનું અનાવરણ પણ તેમણે કર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્મળ ગુજરાત એવોર્ડ મેળવનારી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને અભિનંદન પાઠવતા કહ્યુ કે, આ પ્રકારના એવોર્ડથી અન્ય શહેરોને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે. આઝાદી પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ શરૂ થઈ છે, ત્યારે હવે સ્વચ્છતા સૌ નાગરિકોના સંસ્કાર અને સ્વભાવમાં વણાઈ ગઈ છે. સ્વચ્છ ભારત અભિયાન, નિર્મળ ગુજરાત મિશન જેવા વિવિધ વિકાસલક્ષી અભિયાનોમાં રાજ્ય સરકાર મહાનગરપાલિકા-નગરપાલિકાઓને નાણાકીય સહિત તમામ સહકાર આપવા હંમેશા તૈયાર છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ નગરપાલિકાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધતા કહ્યું કે, હવે વધુ ગુણવત્તાસભર વિકાસ કાર્યો સૌએ સાથે મળીને કરવા પડશે. વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્યમાં કોઈ એક શહેરનો નહીં પણ નાનામાં નાના છેવાડાના માણસનો વિકાસ કરીને તેને મુખ્ય પ્રવાહમાં લાવવો તે આપણો ધ્યેય છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા સહિતના વિવિધ અભિયાનો આજે સાચા અર્થમાં જન આંદોલન બન્યા છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી ગઈકાલે તા. ૨૫ સપ્ટેમ્બરથી શરૂ કરીને સુશાસનના પ્રણેતા સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારીની ૧૦૦મી જન્મજયંતી તા. ૨૫ ડિસેમ્બર સુધી દેશભરમાં ‘આત્મનિર્ભર ભારત’ માટે હર ઘર સ્વદેશી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના આ અભિયાનને સફળ બનાવવા આપણે ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી દૈનિક ઘરવપરાશની ચીજ વસ્તુઓ સ્વદેશી હોય તેના પર વિશેષ ભાર મૂકવો પડશે. આજના સમયની માંગ સાથે આત્મનિર્ભર ભારત માટે વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવવા મુખ્યમંત્રીશ્રીએ સૌને આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘મેક ઇન ઈન્ડિયા’ અંતર્ગત ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ તે સ્વદેશી જ ગણાય. દરેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા જરૂરી છે. સ્વદેશી અને આત્મનિર્ભરતા ઉપર જો આપણે ભાર મૂકીશું તો જ આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવી શકીશું.

તેમણે ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ અમૃત મહોત્સવ તરીકે ઉજવવાની આપણને તક મળવાની છે તેનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આ માટે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, ખૂબ સારી નાણાકીય સ્થિતિ – શિસ્ત સાથે આગળ વધતું હોય એ આપણું ગુજરાત રાજ્ય છે. નીતિ આયોગ મુજબ સમગ્ર દેશમાં પ્રથમ હરોળમાં જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. ગુજરાતમાં આ વર્ષે ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષમાં પ્રજાજનોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ખૂબ સારું ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે. તેનો ખૂબ સારો ઉપયોગ કરી અને પ્રજાજનોને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ એક દિવસીય ચિંતન શિબિરમાં જે સારું લાગ્યું હોય તે તમારા વિસ્તારમાં નાગરિકો સુધી પહોંચાડીને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

આ વેળાએ મુખ્ય સચિવ પંકજ જોષીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતના શહેરો સ્વચ્છતા ક્ષેત્રે દેશમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યના શહેરને સ્વચ્છ અને નિર્મળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરોની વિવિધ સહાય આપવામાં આવે છે. જેના પરિણામે “ગાર્બેજ ફ્રી સિટી સર્વેક્ષણ”માં ગુજરાતના ૨૬ શહેરોને ગાર્બેજ ફ્રી સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.

આ ઉપરાંત “રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ”ની થીમ પર યોજાયેલા ‘સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪-૨૫’માં ગુજરાતના શહેરોએ સરેરાશ કુલ ૧૨,૫૦૦માંથી ૮,૧૦૦થી વધુ માર્ક્સ પ્રાપ્ત કરીને સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે, જે ગત વર્ષે આઠમો ક્રમ હતો. તેમણે સ્વચ્છતા સર્વેક્ષણની વિવિધ શ્રેણીમાં વિજેતા બનેલા અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા શહેરને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ, આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતને સ્વચ્છતા ક્ષેત્રે વધુમાં વધુ આગળ લઈ જવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતા શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં ‘સ્વચ્છ ભારત મિશન’ની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સ્વચ્છતા અભિયાનમાં લીડ લઈને પરિણામલક્ષી કામગીરી કરી છે, જેની તેમણે વિસ્તૃત ભૂમિકા આપી હતી. જ્યારે, સ્વચ્છ ભારત મિશન ડાયરેક્ટર એમ. નાગરાજને આભારવિધિ કરી હતી.

આ સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર રેમ્યા મોહન, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના હોદ્દેદારો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

—————

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

સોમનાથમાં સૌથી મોટું ડિમોલિશન, ધાર્મિક સ્થળો સહિતનાં દબાણો દૂર કરવાની શરૂઆત,70 લોકોની અટકાયત | BulletsIn
વિસાવદર નગરપાલિકાના પ્રમુખ દયાબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો
અરવલ્લી જિલ્લામાં હોમ વોટિંગ કરાવવામાં આવ્યું
ગીર સોમનાથ ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ એ, ગુજરાત રાજ્યમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી
આદિ સંસ્કૃતિ પોર્ટલ પહેલનું નવી દિલ્હીથી લોન્ચિંગ: વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટીનો શુભારંભ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માછલી તથા અન્ય દરીયાઈ જીવો કે તેના જૈવિક કચરાનું ખુલ્લા વાહનમાં પરિવહન કરવા પર પ્રતિબંધ
Next Article FSSAI આયુર્વેદ આહાર મુવ: ભારતના ખાદ્ય, સ્ટાર્ટઅપ્સ અને નિકાસ માટે તેનો શું અર્થ થાય છે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?