
સુરત, 30 જાન્યુઆરી:- શહેરમા ચાલતા સ્પા અને મસાજ પાર્લરની આડમા નશીલા કેફી દ્રવ્યોનું સેવન સહિતની ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના પગલે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જે અનુસાર સ્પા અને મસાજ પાર્લરના સંચાલકોએ કર્મચારીઓની નામ, સરનામા અને મોબાઇલ નંબર તેમજ ફોટો સહિતની વિગતો આપવાની રહેશે. સ્પા કે મસાજ પાર્લરમા બહારના રાજ્યની કોઇ વ્યક્તિ કામ કરતી હોય તો તેના વતનની વિગતો સાથે ઓળખના પુરાવા અને વિદેશી હોય તો તેના પાસપોર્ટની વિગતો પોલીસને આપવાની રહેશે. આ જાહેરનામું તા.29/3/2024 સુધી અમલી રહેશે. અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે
