મોડાસા, 8 ડિસેમ્બર(હિ. સ.)મોડાસા શહેરમાં સરસ્વતી બાલ મંદિર મંડળ સંચાલિત વી. એસ. શાહ પ્રાથમિક શાળામાં સ્વ. રેખાબેન વાડીલાલ બુટાલા તરફથી તેમના ભાઈ દિનેશભાઈ અને તેમના ધર્મપત્ની ઝરણાબેન તથા ભાઈ કમલેશભાઈ અને હિતેશભાઈ બુટાલા તરફથી રત્નદીપ શાખામાં રંગમંચ અને ડીપ શાખામાં આરો વોટરનું તેમના પરિવાર દ્વારા ઉદ્ઘાટન કરી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના પ્રમુખ નીલેશભાઈ જોષી, ઉપપ્રમુખ રમેશભાઇ કડિયા, નાનાલાલ પ્રજાપતિ, મંત્રી નવનીતભાઇ પરીખ, મુકુન્દ શાહ, મનીષભાઈ તલાટી, કનુભાઈ ખાંટ, આચાર્ય શ્રીકાંતભાઈ ગાંધી તેમજ શાળા પરિવાર ના શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દાતા સ્વ. રેખાબેનના જન્મ દિવસ નિમિત્તે બાળકોને નાસ્તા માટેની તિથિ પણ આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ
