ભાવનગર/અમદાવાદ,18 ઓકટોબર જિલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરી અને આઈ.સી.ડી.એસ.શાખાના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, જેસર અને ઉમરાળા ખાતે “સશક્ત દીકરી સુપોષિત ગુજરાત” થીમ આધારિત કિશોરી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારની “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના હેઠળ વ્હાલી દિકરી યોજના અંતર્ગત 10 લાભાર્થીઓને સ્થળ પર દિકરી વધામણા કીટ અર્પણ કરવામાં આવી હતી. મહુવા ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્ય શિવા ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ દુલા
ભાલિયા, નગરપાલિકા પ્રમુખ ચાંદનીબેન મહેતા તથા અન્ય વિભાગોમાંથી ઉપસ્થિત રહેલ અધિકારીઓ,પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
