સુરત, 22 ઓકટોબર(હિ. સ.)-ખજોદમાં ડ્રીમ સિટીમાં અંદાજે રુ.3500 કરોડના ખર્ચે સાકાર થયેલાં વિશ્વના સૌથી મોટાં કોમશયલ પ્રોજેક્ટ એવા સુરત ડાયમંડ બુર્સ ના ઉદ્ધાટની રાહ જોવાઈ રહી છે. સંભવતઃ ડિસેમ્બરની મધ્યમાં આને વિધિવત રીતે ખુલ્લું મુકાશે. તે પહેલાં દશેરાના દિને કુંભ ઘડાની સ્થાપના પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરાયું છે.
ડાયમંડ બુર્સનું ઉદઘાટન થયાં પછી, તેનો સૌથી વધુ ફાયદો વેપારીઓ અને દલાલોને થશે. સુરતથી હીરા વેચવા માટે અવારનવાર મુંબઈ જવું પડતું હતું તે ઓછું થશે. કેમકે 66 લાખ સ્કવેર ફીટના બાંધકામમાં 4600થી વધુ ઓફિસો 14 માળામાં પથરાયેલી છે. વરાછા અને મહિધરપુરા હીરા બજારમાંની ટ્રેડિંગની મોટી ઓફિસો પણ સમય જતાં અહીં ટ્રાન્સફર થઈ જશે, એમ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું.
11 હજારથી વધુ ટુ-વ્હીલર અને 5 હજારથી વધુ ફોર-વ્હીલરની સુવિધા અહીં ઊભી કરવામાં આવી છે. કેમકે 1 લાખથી વધુની કેપેસિટી ધરાવતું બિલ્ડીંગ છે. 500કેવી સોલાર પાવર, 1800 કેએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઝીરો ડિસ્ચાર્જ કોન્સેપ્ટથી સોલીડ વેસ્ટ અને વેસ્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ, સેન્ટ્રલાઈઝ સ્કૂલિંગ સિસ્ટમ, સભ્યો માટે બેન્ક રેસ્ટોરન્ટ અને ડાયમંડ લેબ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે સ્ટેટ ઓફ આર્ટ કસ્ટમ હાઉસ તથા ઇઝરાયેલ જેવી સિક્યુરિટી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
