દાહોદ, 28 જાન્યુઆરી:- જીવ દયા ગ્રુપ દાહોદ દ્વારા દ્વારા મકરસંક્રાંતિ ના પર્વને લઈ હેલ્પ લાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા હતા. જણાવ્યું હતું કે પતંગ ના દોરાથી કોઈ પણ પક્ષી ઘાયલ અવસ્થામાં જોવાય જેની જાણ કરવા વિનંતી કરવામાં આવી હતી. જેને લઈ દાહોદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાથી પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની જોતા ટેલિફોનીક જાણ જીવ દયા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. જેમાં 41. કબૂતર.1 સમડી. 2 ઘૂવડ. 1 શીખરા પક્ષી.1 એસીયન કોયલ. એક બગલાને 45 પક્ષીઓને રેસ્ક્યુ કરી દાહોદના ગોવિંદનગરના ગાર્ડન ખાતે આવેલ પાંજરામાં તમામ પક્ષીઓની સારવાર કરાઈ હતી. જેમની 15 દિવસની સારવાર બાદ આજરોજ દાહોદના ગોવિંદનગરથી 15 પક્ષીઓ સાજા થતા તેઓને આજરોજ દાહોદના ગોવિંદ નગરના ગાર્ડન ખાતેથી ખુલ્લા આકાસમા મુક્ત કરાયા.
