અમદાવાદ,19 ઓકટોબર સમગ્ર રાજ્યમાં આસ્થા, ભક્તિ અને ઉમંગના પ્રતીક સમાન નવલાં નોરતાંની ઉજવણી રંગેચંગે થઈ રહી છે ત્યારે ચોથા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં સોસાયટી ગરબામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ તરુણ નગર વિભાગ-1 સોસાયટી ખાતે માં અંબાની છબી અને ગરબીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યાં હતાં. સોસાયટીના રહીશોએ મુખ્યમંત્રીશ્રીને સહર્ષ આવકાર્યા હતાં. મુખ્યમંત્રીની ઉપસ્થિતિથી સોસાયટીના રહીશો સહિત ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો હતો.
