સુરત,28 નવેમ્બર (હિ.સ.) કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના માલધા અને જામકુઇ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં ગામના અગ્રણી રાજેશ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ,ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે માલધા ગામે સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ,સરપંચ કલ્પનાબેન, જિલ્લા પંચાયતના સભ્ય અનિલભાઈ, જિલ્લા મલેરિયા અધિકારી સુરત ડો. પ્રશાંત સેલાર, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્ર સોલંકી ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગીતા પટેલ, સંગઠનના અગ્રણીઓ રાજેશ પટેલ, દિનેશ પટેલ, વિકાસ પટેલ, આંગણવાડી વર્કર,તેડાગર અન્ય વિભાગ ના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ જામકુઇ ગામે સરપંચ ખાતરીયા ભાઈ, આચાર્ય કરશનભાઈ, મુખ્યસેવીકા જીજ્ઞાબેન, તલાટી કમ મંત્રી લાલજીભાઈ, આરોગ્ય વિભાગના ડૉ તનવીરભાઈ અને મંજૂલાબેન, વાસ્મો અધિકારી સચિન ભાઈ, આદિત્યભાઈ, ગ્રામસેવક નિરાલીબેન, મુખ્ય શિક્ષક ફતેસિંગભાઈ, આંગણવાડી વર્કર,તેડાગર, અન્ય વિભાગના અધિકારી, સી.ડી.પી.ઓ હંસાબેન, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
