અમદાવાદ,19 ઓકટોબર મા આદ્યશક્તિના આરાધના પર્વ એવા નવલાં નોરતાની ચોથી રાત્રે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શેલા વિસ્તારમાં આયોજિત માની માંડવી ગરબા ઉત્સવમાં હાજરી આપી હતી. અહીં માતાજીના દર્શન કરી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિથી ખેલૈયાઓ સહિત આયોજકોનો ઉત્સાહ પણ બેવડાઈ ગયો હતો.
