મોડાસા, 10 ઓકટોબર : ભારતીય ટપાલ વિભાગ અરવલ્લી જિલ્લાની પાલનપુર બ્રાંચ પોસ્ટ ઓફીસને મોટી પાંડુરી ગામમાં સ્થળાંતરિત કરતાં બ્રાંચ ઓફિસનું નામ તથા પીનકોડ નંબર બદલાયેલ છે.
અરવલ્લી જિલ્લાની મોડાસા તાલુકાની પાલનપુર બ્રાંચ પોસ્ટ ઓફીસને મેઘરજ તાલુકાની મોટી પાંડુરી ગામમાં કરતા બ્રાંચ પોસ્ટ ઓફિસનું નવીન નામ મોટી પાંડુરી બ્રાંચ પોસ્ટ ઓફીસ તેમજ નવીન પીનકોડ નંબર -383350 છે. આથી અહી જણાવેલ ફેરફારની જાહેર જનતાને અવગત કરાવવા તથા જાહેર જનતાને ટપાલ વ્યવહારમાં મુશ્કેલી ન થાય તે હેતુથી તેમજ સરકારી, અર્ધસરકારી અને જાહેર સંસ્થાઓ વગેરેને પણ જાણ કરવામાં આવે છે.
