આણંદ,31 જાન્યુઆરી : આણંદના જુના બસ સ્ટેન્ડ નજીક હેડ પોસ્ટ ઓફિસ કન્પાઉન્ડની ઉષા સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ રમણભાઈ પટેલે એક ૩૩ વર્ષીય મહિલા સાથે મોબાઈલમાં વાતચીત કર્યા બાદ તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી.બાદમાં અલ્પેશભાઈએ મહિલાને પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. જેનો વીડિયો પણ બનાવી લીધો હતો.
બાદમાં અલ્પેશ મહિલાને વીડિયો વાઈરલ કરવાની તથા આ અંગે કોઈને વાત કરીશ તો તારા પતિ તથા બાળકોને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી અલગ અલગ જગ્યાએ બોલાવી અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. તેમજ મહિલાને જાતિવાચક અપશબ્દો ઉચ્ચારી અપમાનીત કરતા આ સમગ્ર હકિકત મહિલાએ પતિને જણાવી હતી.
બાદમાં આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ વીથ એટ્રોસિટી એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
