







પોરબંદર,30 જાન્યુઆરી : ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આજે પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે 30 જાન્યુઆરી સાંજે 5 થી 5:45 દરમિયાન યોજાયેલ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં કલેકટર કે.ડી.લાખાણી સહિતના મહાનુભાવો એ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી.
પ્રાર્થનાસભામાં કલેકટર ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, ઇતિહાસવિદ નરોત્તમ પલાણ, અધિક કલેક્ટર એમ.કે જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઑડોદરા તેમજ અન્ય પદાધિકારીઓ અગ્રણીઓ વિદ્યાર્થીઓ નાગરિકો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન પ્રાંત અધિકારી સંદીપ જાદવે કર્યું હતું તેમજ નીરવ જોશી અને શિક્ષકોની ટીમે ભાવમય પ્રાર્થના ની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી.
