અમદાવાદ,27 ફેબ્રુઆરી : અમદાવાદ જિલ્લાના ધોળકાની પોલન ચોકડી નજીક બોલેરો કાર ડમ્પર સાથે ધડાકાભેર અથડાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો જોવા મળ્યા, 2ને ગંભીર ઈજા થઈ છે.
અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગમખ્વાર અકસ્માત થયો હતો. બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ તમામ મૃતક મધ્યપ્રદેશના પીટોલના શ્રમજીવી હોવાનું સામે આવ્યુ છે.
કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે રાણપુર જઈ રહ્યાં હતા.
