– આંક ફરકનો જુગાર લખતો મુખ્ય સુત્રધાર નેત્રંગનો સલમાન પઠાણ વોન્ટેડ.
– દેશી દારૂનુ વેચાણ કરતી ત્રણ મહિલા સહિત અન્ય એક બુટલેગર ઝડપાયો.
ભરૂચ,28 ઓકટોબર (હિ.સ.) નેત્રંગ તાલુકાના મોટા માલપોર ,અસનાવી અને ઝરીયા ગામમાં સટ્ટા બેટીંગનો જુગાર નેત્રંગનો એક ખેલી રમાડતો હોય બાતમીના આધારે નેત્રંગ પોલીસે રેઇડ કરતા આંક ફરકનો જુગાર રમાડતા ત્રણ ઇસમને 12 હજારના મુદામાલ સાથે રંગેહાથ ઝડપી પાડયા હતા.ત્યારબાદ નેત્રંગ પોલીસે તાલુકાના અન્ય ગામોમાંથી દેશી દારૂનુ વેચાણ કરતી ત્રણ મહિલા સહિત અન્ય એક બુટલેગર પણ ઝડપાયો હતો. સટ્ટા બેટીંગ ચલાવતો નેત્રંગનો મુખ્ય સૂત્રધાર ફરાર થઈ જતા નેત્રંગ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
નેત્રંગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અસનાવી બીટમાં પેટ્રોલીંગમાં હતી તે અરસામાં બાતમી મળતા તે મુજબ દરોડો પાડતા મોટામાલપોર ગામે નિશાળ ફળીયામા રહેતો ભોગીલાલ રમણ વસાવા, અસનાવી ગામે સ્ટેશન ફળીયા વિસ્તારમા રહેતો પ્રવિણ રાવજી વસાવા, ઝરીયા ગામે રહેતો મહેશ મંગા વસાવા ઉપરોક્ત ત્રણે ઇસમો પોત પોતાના ધરના આગળના ભાગે તેમજ પાછળના ભાગે આવેલ અડાળીમા નીચે બેસી સટ્ટા બેટીંગનો આંક ફરકના આંકડા લખતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.પોલીસે ધટના સ્થળેથી 11550 રોકડા અને અંગઝડતીમાંથી બીજા 450 રૂપિયા તેમજ મોબાઈલ 500 રૂ.મળી 12500 અને આંકડા જુગાર રમાડવા લખવાનો સામાન કબજે લઈ ત્રણેય જુગારીયાઓની પૂછપરછ કરતા સટ્ટા બેટીંગ ના આંકડા લખવા માટે રાઇટર તરીકે નેત્રંગના મોવી રોડ ઉપર રહેતો સલમાન અબ્દુલ મલીક પઠાણ રાખેલ જેને લઈને મુખ્ય સૂત્રધાર સલમાન પઠાણ વોન્ટેડ જાહેર કરી જુગાર ધારા એક્ટ હેઠળ તમામ વિરુધ ગુનો નોંધી આગળની કાયઁવાહી હાથધરી છે.
જ્યારે અલગ અલગ બીટ વિસ્તારોમા રેડ કરી દેશી દારૂનુ વેચાણ કરતી રેવા અભેસીંગ વસાવા રહે મંદિર ફળીયુ ટીમરોલીયા (2) જશોદા મહેન્દ્ર વસાવા રહે જુની જામુની મૌઝા (3) સરસ્વતી રસિક વસાવા રહે, બાલમંદિર ફળીયુ કોયલીમાંડવી, (4) સુરેશ સીંગા વસાવા રહે, પાટીખેડા ફળીયુ બિલોઠી. તમામ બુટલેગરો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ અટકાયત પગલા ભરી કાયદેસરની કાયઁવાહી હાથ ધરેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ
/હર્ષ શાહ
