• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ૮૭- વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું છે, જ્યારે ૨૪- કડી (એસ.સી.) બેઠક પર અંદાજિત 57.90 % મતદાન નોંધાયું
Regional

૮૭- વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું છે, જ્યારે ૨૪- કડી (એસ.સી.) બેઠક પર અંદાજિત 57.90 % મતદાન નોંધાયું

CliQ INDIA
Last updated: June 20, 2025 3:35 pm
CliQ INDIA
Share
6 Min Read
SHARE

જુનાગઢ 20 જૂન (હિ.સ.) ૨૪- કડી (એસ.સી.) અને ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. મતદાન સવારે ૭:૦૦ વાગ્યે શરૂ થયું અને સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. કેન્દ્રીય ચૂંટણી પંચની એક નવી પહેલના ભાગ રૂપે, મતદાન મથકના પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા ECINET એપ પર મતદાન ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. સાંજે 7:00 વાગ્યા સુધી અપલોડ કરાયેલા ડેટા મુજબ ૮૭- વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું છે, જ્યારે ૨૪- કડી (એસ.સી.) બેઠક પર 57.90 % મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, મતદાન ટકાવારીના વલણો અંદાજિત છે. ચૂંટણી આચાર સંહિતાના નિયમો, 1961ના નિયમ 49S હેઠળ, પ્રિસાઇડિંગ અધિકારીઓએ મતદાનના અંતે મતદાન મથક પર હાજર રહેલા ઉમેદવારોના મતદાન એજન્ટોને ફોર્મ 17C આપેલ હોય છે, જેમાં નોંધાયેલા મતોના વાસ્તવિક સંખ્યાની વિગતો આપવામાં આવી છે.

મતદાન શરૂ થાય તે પહેલાં દરેક મતદાન મથક પર EVM પર એક મોક પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉમેદવારો દ્વારા નિયુક્ત કરાયેલા મતદાન એજન્ટો હાજર રહ્યા હતા. પેટા ચૂંટણી માટે, ચૂંટણી પંચે તા. 01/04/2025ના રોજ લાયકાત ધરાવતા નાગરિકો માટે મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણાનો નિર્દેશ આપ્યો હતો. ખાસ સંક્ષિપ્ત સુધારણા અને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. 05/05/2025ના રોજ કરવામાં આવી હતી. તેની એક નકલ માન્ય રાજકીય પક્ષોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. યાદીઓ સાચી અને અપડેટેડ હોવાની ખાતરી મતદાન મથક સ્તરે BLO એ કરી હતી. માન્ય રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત કરાયેલા BLA એ પ્રક્રિયાની ચકાસણી કર્યા બાદ કડીમાં 692 અને વિસાવદરમાં 489 દાવાઓ અને વાંધા દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ અંતિમ મતદાર યાદીની નકલ તમામ માન્ય રાજકીય પક્ષોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. RP એક્ટ 1950 ની કલમ 24(a) હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલમ 24(b) હેઠળ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ એક પણ અપીલ દાખલ કરવામાં આવી નથી. મતદાર યાદીની એક નકલ ચૂંટણી લડતા તમામ ઉમેદવારોને મોકલવામાં આવી હતી. મતદાર યાદીમાં કુલ 5,06,037 મતદારો નોંધાયેલા હતા. 01 મહિલા ઉમેદવાર સહિત કુલ 24 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા.

બંને વિધાનસભા બેઠકોના મતવિસ્તારમાં કુલ 588 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા હતા. મતદાન મથકમાં મતદારોની સંખ્યા ઘટાડીને 1200 કરવાના ચૂંટણી પંચના તાજેતરના નિર્ણયને કારણે નવા 3 સહિત કુલ 588 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા હતા. દરેક મતદાન મથક પર ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. તદુપરાંત પ્રથમ વખત મતદારોની સુવિધા માટે મતદાન મથકોના પ્રવેશદ્વાર પર મોબાઇલ ફોન જમા કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી. કુલ મતદાન મથકોમાં 04 મહિલા સંચાલિત 1 પીડબ્લ્યુડી મતદાન મથક અને 1 મોડેલ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યા હતા. વિસાવદરમાં EVM નું ફર્સ્ટ લેવલ ચેકિંગ 02/05/2025થી 05/05/2025 દરમિયાન તથા કડીમાં 24/02/2025થી 28/02/2025 દરમિયાન પૂર્ણ કરાયું. ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ થતા મોકપોલ આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા. 13/06/2025ના રોજ વિસાવદરમાં ઉપયોગમાં લેવાનાર EVMમાં કમિશનિંગ કરાયું હતું. જ્યારે તા. 12/06/2025ના રોજ કડીમાં ઉપયોગમાં લેવાનાર EVMમાં કમિશનિંગ ઉમેદવારો/તેમના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

દરેક તબક્કે, EVM પર મોક પોલ કરવામાં આવ્યા હતા અને તેના પરિણામોની VVPAT સ્લિપ સાથે સરખામણી કરવામાં આવી હતી. મતદાન મથકોને EVMની ફાળવણી 2-તબક્કાની રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા ઉમેદવારો/તેમના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવી હતી. મતદાન મથકો પર તૈનાત કરવાના EVM ની યાદી ચૂંટણી લડતા ઉમેદવારોને અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

ચૂંટણી પંચના જનરલ ઓબ્ઝર્વર્સની હાજરીમાં 3-તબક્કાના રેન્ડમાઇઝેશન દ્વારા મતદાન કર્મચારીઓને ફરજો સોંપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમો દરમિયાન હેન્ડ્સ ઓન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ઉચ્ચ અધિકારીએ EVM મોક પોલ હાથ ધર્યો હતો, જેમાં રેન્ડમલી 100 મોક વોટ નાખ્યા હતા અને પરિણામ ચકાસીને VVPAT સ્લિપ સાથે પણ સરખામણી કરી હતી. તાલીમના અંતે, પ્રિસાઇડિંગ ઓફિસર્સ દ્વારા EVM ની સંપૂર્ણ કાર્યદક્ષતાની ખાતરી કરવામાં આવી હતી. મતદાર યાદીના સંક્ષિપ્ત સુધારણાથી લઈને મતદાન સુધી, CEO, DEO અને ERO/RO સ્તરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે સંખ્યાબંધ બેઠકો યોજાઈ. ચૂંટણી લડી રહેલા ઉમેદવારો/પ્રતિનિધિઓ સાથે RO સ્તરે પણ અનેક બેઠકો યોજાઈ હતી જેથી તેમને વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓ વિશે માહિતગાર કરી શકાય.

ECI ના સુધારેલા નિયમો અનુસાર ઉમેદવારોને મતદાન મથકોના પ્રવેશદ્વારથી 100 મીટરના અંતરે તેમના બૂથ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, જે મતદારો માટે અને તેમાં પણ ખાસ કરીને જેમની પાસે મતદાર માહિતી સ્લિપ ન હોય તેમના માટે ફાયદાકારક હતી.

172 જેટલા 85થી વધુ વયના અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરે મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી, જેના માટે ખાસ સમર્પિત ટીમો દ્વારા ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં મતદાનની પ્રક્રિયા ધરવામાં આવી હતી.ચૂંટણી પ્રક્રિયાઓના નિરીક્ષણ માટે ECI એ 2 સામાન્ય નિરીક્ષકો, 2 પોલીસ નિરીક્ષકો અને 2 ખર્ચ નિરીક્ષકોની પણ નિમણૂક કરી હતી. 26/05/2025ના રોજ ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી, વિવિધ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા કુલ 90.15 લાખની જપ્તી કરવામાં આવી છે. જ્યારે મતદાનના દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 41 નાગરિકો પાસેથી સી-વિજિલ એપ દ્વારા ફરીયાદો મળી હતી જેમાંથી 34 ફરીયાદો 100 મિનિટના સમયગાળામાં ઉકેલવામાં આવી હતી.

ECI એ ઇન્ડેક્સ કાર્ડ જનરેટ કરવાની પ્રક્રિયાને પણ ડીજીટલ કરી છે જે પરંપરાગત મેન્યુઅલ પદ્ધતિનું સ્થાન લેશે. ગણતરી બાદ નવી સિસ્ટમ ઓટોમેશન અને ડેટા ઇન્ટિગ્રેશન દ્વારા ઇન્ડેક્સ કાર્ડનું ઝડપી રિપોર્ટિંગ અને રિલીઝ સુનિશ્ચિત કરશે.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

ગીર સોમનાથ કોદીયા-જંગવડમાં અનઅઘિકૃત રીતે સાદી માટીના ખનન બદલ વહીવટીતંત્રની કડક કાર્યવાહી | BulletsIn
ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીનો શપથગ્રહણ સમારોહ યોજાયો
સુરત : સ્વચ્છતા અને સુંદરતાના સમન્વયથી શહેરીજનોમાં પેઈન્ટિંગના માધ્યમથી જનજાગૃતિ લાવવાની અનોખી પહેલ
વેરાવળમાં એમપેડા અને ઈ.પી.એફ.ઓ.ના સહયોગથી, જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોહપુરૂષ સરદાર પટેલ માત્ર ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા: યુનાઈટેડ નેશન્સના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેન્દ્રીય મંત્રી ગડકરી આજે મધ્યપ્રદેશના સાગર ખાતે પ્રવાસ કરશે, વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે
Next Article આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’નું સ્ક્રીનિંગ, સલમાન અને શાહરુખ પણ પહોંચ્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?