• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > સોમનાથના સાનિધ્યે દીપાવલી પર્વની ઓનલાઇન ઉજવણી: સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગણેશ-લક્ષ્મી પૂજનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
Regional

સોમનાથના સાનિધ્યે દીપાવલી પર્વની ઓનલાઇન ઉજવણી: સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગણેશ-લક્ષ્મી પૂજનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

CliQ INDIA
Last updated: October 21, 2025 5:15 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

સોમનાથ 21 ઓક્ટોબર (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં, અશ્વિન કૃષ્ણ અમાવસ્યા અને દીપાવલીના શુભ પર્વ નિમિત્તે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઓનલાઈન માધ્યમથી વિધિવત ગણેશ-લક્ષ્મી પૂજન, લેખની અને રોજમેળ (એકાઉન્ટ બુક) પૂજન કરાવીને એક અનોખો ધાર્મિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આ આયોજન દ્વારા દૂર રહેતા ભક્તોને પણ સોમનાથના પવિત્ર સાનિધ્યમાં લક્ષ્મી પૂજનનો લાભ મળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અધ્યાત્મ અને આધુનિક તકનીકનો સમન્વય:

છેલ્લા ત્રણ વર્ષથી, સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘વસુધૈવ કુટુંબકમ્’ ના સૂત્ર સાથે, ટ્રસ્ટ ભક્તોને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી ઉત્તમ ધાર્મિક અનુભવ પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ વિચારને આગળ વધારી, આ વર્ષે પણ દેશભરમાંથી મોટી સંખ્યામાં પરિવારોને ઓનલાઈન જોડીને સોમનાથ મહાદેવના આશીર્વાદ સહ લક્ષ્મી પૂજનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પૂજન માટે અગાઉથી નોંધણી કરાવેલ શ્રદ્ધાળુઓનો સંપર્ક કરીને તેમને સુચારુ રૂપે ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક પૂજનમાં દેશભરમાંથી મોટી માત્રામાં ભક્તો ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર સાથે જોડાયા હતા.

ઓનલાઈન માધ્યમ અને શાસ્ત્રોક્ત પૂજનનો સંગમ:

ઓનલાઈન પૂજનમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યંત્ર, લક્ષ્મી માતા, ગણેશ, રોજમેળ અને લેખનીનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન જોડાયેલા ભાવિકોના રોજમેળ (એકાઉન્ટ બુક)નું સોમનાથ ખાતે પંડિતજી દ્વારા ખાસ પૂજન કરવામાં આવ્યું હતું. પૂજનમાં, સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે આવનારું વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ તમામ ભક્તો માટે શુભ ફળદાયી નીવડે અને તેમને સ્થિર તથા શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પૂજા કરેલ રોજમેળ, શ્રી યંત્ર, નમન ભસ્મ, રુદ્રાક્ષ અને બોલપેન સન્માનપૂર્વક ભક્તોના નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવશે.

આધુનિક સમયમાં ધાર્મિક સંસ્કૃતિનું જતન:

આજે આધુનિક સમયમાં બહુમાળી ભવનો અને ઘરોથી દૂર રહેનાર લોકોને દિવાળીની લાગણી અને પૂજા નો લાભ મળે, તેજ રીતે ભારતીય સંસ્કૃતિની દીપાવલી પર લક્ષ્મી પૂજનની પ્રણાલીને આધુનિક સ્વરૂપમાં ભક્તોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ અભિગમ દ્વારા ટ્રસ્ટે પરંપરાગત મૂલ્યોને જાળવી રાખીને ભક્તોને વર્તમાન ટેક્નોલોજી સાથે જોડવાનો સફળ પ્રયાસ કર્યો છે.

શ્રદ્ધાળુઓએ વ્યક્ત કરી કૃતજ્ઞતા:

ઓનલાઈન માધ્યમથી સોમનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે લક્ષ્મી પૂજનનો લાભ મેળવનાર યજમાનોએ ટ્રસ્ટના આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિશ્વવ્યાપી પૂજનના આ અભિગમને ખૂબ વખાણ્યો હતો અને આ ઉત્કૃષ્ટ આયોજન બદલ શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

પાટણના ફતેહસિંહરાવ પુસ્તકાલયમાં, ‘મને જાણો’ કાર્યક્રમનું આયોજન
પાટણમાં રેશનકાર્ડ ઈ-કેવાયસી માટે અરજદારોની ભીડ | BulletsIn
સાવરકુંડલામાં લિફ્ટના બહાને લૂંટ — છ અજાણ્યા શખ્સોએ યુવક પાસેથી રોકડ અને મોબાઈલ કરી કબજે
સિદ્ધપુર યોગાંજલી વિદ્યાલયમા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
સિદ્ધપુર ની એલ.એસ. હાઇસ્કૂલ ખાતે, તાલુકાકક્ષાની અનુસૂચિત જાતિ યોગ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું કરવામાં આવ્યું | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કેરળનો ચાર દિવસનો પ્રવાસ આજથી શરૂ
Next Article નવી મુંબઈમાં બે અલગ અલગ આગમાં છ લોકોના મોત અને 13 લોકો ઘાયલ થયા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?