મોડાસા, 14 જાન્યુઆરી(હિ. સ.)કહેવાય છે કે જે નિત્ય કરે સૂર્યનું ધ્યાન પ્રતિભા એની બને પ્રખર. આ કહેવત ને ચરિતાર્થ કરવા એક નવી પહેલ ગાયત્રી પરિવાર યુથ ગૃપે મકરસંક્રાન્તિના પર્વે પ્રારંભ કરી. શાસ્ત્રોક્ત કથાનુસાર આજના દિવસથી જ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષવિધ્યા માટે પણ આજનું આ પર્વ મહત્વ ધરાવે છે. ત્યારે મોડાસા ખાતેના ઓધારી લેક ખાતે પ્રાત: કાળે ઉદયમાન સૂર્યની ઉપાસના સાથે મકરસંક્રાન્તિની શરૂઆત કરી. આ પ્રસંગે યુવાઓ સૂર્ય ધ્યાન કરી વિશેષ ઉર્જાથી લાભાન્વિત થયા. આ પ્રસંગે યુવાનોએ અષ્ટાંગયોગ અંતર્ગત વિવિધ પ્રાણાયામો, યોગાસનો, સૂર્ય નમસ્કાર તેમજ પ્રજ્ઞાયોગ કરી વાર્ષિક સવિતા ધ્યાન સાધનાનો પ્રારંભ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/બિનોદ
