• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વિકસીત ભારત@2047નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં ગુજરાતનું આગેકદમ
Regional

વિકસીત ભારત@2047નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં ગુજરાતનું આગેકદમ

CliQ INDIA
Last updated: January 11, 2024 2:50 pm
CliQ INDIA
Share
6 Min Read
SHARE

ગાંધીનગર/અમદાવાદ,11 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં અમૃતકાળમાં વિકસીત ભારત @ 2047નાં આપેલાં સંકલ્પને સાકાર કરવા ગુજરાતે વિકસીત ગુજરાત @ 2047નો બહુઆયામી વિઝન ડોક્યુમેન્ટ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં પ્રથમ દિવસે લોંચ કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ અને નીતિ આયોગનાં માર્ગદર્શનમાં આ પ્રકારનું પોતાનું આગવું વિઝન ડોક્યુમેન્ટ લોંચ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામન, નીતિ આયોગનાં સી.ઇ.ઓ. સુબ્રમણ્યમ તેમજ વડપ્રધાનનાં અગ્રસચિવ ડો.પી.કે મિશ્રાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સેમિનારમાં આ ડોક્યુમેન્ટ લોંચ કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વિઝન ડોક્યુમેન્ટને સાકાર કરવા ગુજરાત સરકાર સપૂર્ણ પ્રતિબદ્ધ છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ સહિત પાછલાં બે દશકમાં વિકાસનાં અનેક નવા આયામો પ્રસ્થાપિત કર્યાં છે અને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સ્ટાર્ટ અપ રેન્કીંગમાં ગુજરાત બેસ્ટ પર્ફોર્મર છે એટલું જ નહીં સૌથી વધુ કાર્ગો હેન્ડલીંગ કરતું રાજ્ય હોવા સાથે દેશનાં ઇન્ડસ્ટ્રીયલ આઉટમાં 15 ટકા અને એક્સપોર્ટમાં 33 ટકા યોગદાન આપે છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતનું આ વિકાસ મોડેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શનમાં ઉભું થયું છે. વડાપ્રધાનએ હવે દેશનાં અમૃતકાળ 2047 સુધીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની નેમ રાખી છે તેમાં ગુજરાતે વિકસીત ગુજરાત @ 2047 વિઝન ડોક્યુમેન્ટનાં આ લોચિંગથી અગ્રેસર રહેવાની પરંપરા જાળવી છે.

મુખ્યમંત્રીએ ગુજરાતે વિકસીત ભારત @ 2047માટે વિકસીત ગુજરાતની જે સંકલ્પના આપી છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતે જી.એસ.ડી.પી. 2047 સુધીમાં 3.5 ટ્રીલિયન યુ.એસ. ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે. દેશની કુલ જનસંખ્યાનાં પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત અત્યારે દેશની જી.ડી.પી.માં સાડા આઠ ટકાનું યોગદાન આપે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યની માથાદીઠ વાર્ષિક આવક 2047 સુધીમાં 38થી 43 હજાર યુ.એસ. ડોલર લઈ જવાનો લક્ષ્યાંક ગુજરાતે રાખ્યો છે તથા રોજગારી સર્જનમાં નારીશક્તિની હાલની 42 ટકા ભાગીદારીને 2047 સુધીમાં 75 ટકાએ લઇ જવાની નેમ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટે તથા ફોસિલ ફ્યૂઅલ પરનું ભારણ ઘટાડવા 2070 સુધીમાં દેશમાં નેટ ઝીરો એમિશનનો લક્ષ્ય સિદ્ધ કરવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત આ સંકલ્પમાં અગ્રેસર રહીને 2047 સુધીમાં નેટ ઝીરો એમિશન રાજ્ય બનવાનાં લક્ષ્ય સાથે કાર્યરત છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે આ ડોક્યુમેન્ટ તૈયાર કરવા કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામજીનાં સતત મળેલાં માર્ગદર્શન અને નીતિ આયોગથી મળેલાં સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે વિકસીત ગુજરાત @ 2047 વિઝન ડોક્યુમેન્ટ વિવિધ સ્ટેક હોલ્ડર્સ, થીંકર્સ અને પોલિસી મેકર્સ સાથે ચર્ચા કરીને તૈયાર કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને નીતિઓ અને કાર્યક્રમો ઘડવામાં આ ડોક્યુમેન્ટ સહાયક બનશે

આ અવસરે કેન્દ્રીય નાણાંમત્રી નિર્મલા સિતારામનએ કહ્યું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે અને ગુજરાતનો રોલ હંમેશા પાયોનિયર રહ્યા છે. તેમણે નીતિ આયોગનાં દેશની નીતિ ઘડતરમાં મહત્વનો રોલ છે તેમ જણાવતા કહ્યું કે નીતિ આયોગ કો-ઓપરેટીવ અને કોલોબરેટીવ ફેડરલીઝમને મજબૂત બનાવે છે અને વર્ષ 2014 પછી દેશમાં નીતિ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

કેન્દ્રીય નાણાંમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનનાં નેતૃત્વમાં 21મી સદી એ ભારતની સદી છે અને અમૃતકાળનાં પંચ પ્રાણ તત્વ પૈકી એક મહત્વનું પ્રાણ તત્વ વિકસીત ભારત છે. વિકસિત ભારત @2047ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાત અગ્રણી અને શક્તિશાળી એન્જિનની ભૂમિકા અદા કરશે, તે વાતનું સમર્થન આપતા કેન્દ્રીય મંત્રીશ્રીએ કહયું કે, ગુજરાતે વિકસિત ગુજરાત@ 2047 નક્કર આયોજન સાથેનો દસ્તાવેજી રોડ મેપ તૈયાર કર્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2014 થી કેન્દ્રમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન ધુરા સંભાળી ત્યારથી રાજ્યો અને કેન્દ્ર વચ્ચે યુનિયન ટુ સ્ટેટનો મજબૂત સંબંધ રહ્યો છે. દેશને વિકાસના પથ ઉપર લઈ જવા માટે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વર્ષ 2015માં આયોજન પંચમાં સુધારા કરવામાં આવ્યા અને નવી નીતિ અને પોલીસીઓનો અમલ કરવામાં આવ્યો છે. તેમાં રાજ્યની આકાક્ષાઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતુ. રાજ્યો સાથેની ભાગીદારી એ વાતને સમર્થન આપે છે કે, ભારત કેવી રીતે વિકસિત ભારત તરફ આગળ વધી શકશે.

21 મી સદી આપણી સદી હશે, તેવું આત્મવિશ્વાસ સાથે દેશના વડાપ્રધાનશ્રી માની રહ્યા છે, તેવું કહી કેન્દ્રીય નાણામંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નજીકના ભવિષ્યમાં ભારત દેશની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થ વ્યવસ્થા સુધી પહોંચવા સક્ષમ બની રહેશે કારણ કે ભારતના લોકોએ કોવિડ પછી પડકારોનો સામનો કર્યો છે અને મજબૂત પાયા ઉપર આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે દેશની જીડીપી પાંચ ટ્રીલીયન ડોલરને પાર કરી જશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે વિકસિત ભારતના નિર્માણ માટેના પાંચ મુખ્ય આધારોની વિસ્તૃત વાત કરીને જણાવ્યું હતું કે, દેશનું કુલ ગ્રોસ વેલ્યુ એડિશન જેમાં 19 ટકા ગુજરાતમાંથી આવે છે ગુજરાત ઝડપથી આગળ વધી રહેલું એક રાજ્ય છે અને 12% સી.એ.જી.આર વધી રહ્યો છે.

વિકસીત ભારત @ 2047 સેમિનારમાં નીતિ આયોગનાં સી.ઇ.ઓ સુબ્રમણ્યમે જણાવ્યું કે ગુજરાત પહેલું રાજ્ય છે જેણે આ પ્રકારનું વિઝન ડોક્યુમેન્ટ બનાવ્યું છે. ગુજરાત અનેક ક્ષેત્રોમાં દેશમાં ટ્રેન્ડ સેટર રહ્યું છે. ગુજરાતમાં સ્પેશિયલ સેલની સ્થાપના દ્વારા વિઝન ડોક્યુમેન્ટનાં અમલીકરણ માટે અનુરોધ કર્યો હતો.

રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને વિકસિત ગુજરાત @2047ના રોડ મેપની વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યને સ્વસ્થ, વધુ શિક્ષિત, ટકાઉ અને સુરક્ષિત સમાજ બનાવવાનો સમાવેશ આ રોડ મેપમાં કરવામાં આવ્યો છે. આ રોડ મેપમાં નાગરિકોને વિશ્વ કક્ષાની તમામ સુવિધાઓ પર્યાવરણ, સારી ગુણવત્તાવાળી હવા અને પાણી, આરોગ્યની સુવિધાઓ બહુવિધ શિક્ષણ અને કૌશલ્ય ઉપલબ્ધ કરાવવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં જીવનની ગુણવત્તા શહેરી વિસ્તારની સમક્ષ રહેવાની કલ્પના પણ આ રોડ મેપમાં કરવામાં આવી છે. આ સેમિનાર થકી વિકસિત ગુજરાત @ 2047ના રોડ મેપમાં નવીન વિચારો અને સૂચનોનો અમલ કરી શકાશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે અકસ્માતમાં નોકરીના પ્રથમ દિવસે જ બે ભાઈની જિંદગીનો અંત
રાજસ્થાનના ટ્રાન્સપોર્ટરનો ટ્રક લઈને ઠગબાજ ચાલક રફુચક્કર
અમદાવાદ પશ્ચિમ બેઠક પર 4 રાઉન્ડ પૂર્ણ, ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 127369 વોટથી આગળ
સુરત : સ્વચ્છતા અને સુંદરતાના સમન્વયથી શહેરીજનોમાં પેઈન્ટિંગના માધ્યમથી જનજાગૃતિ લાવવાની અનોખી પહેલ
ચોમાસું: છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 3.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં કોરોનાના 514 નવા કેસ, ત્રણના મોત
Next Article સ્નૂકર માસ્ટર્સ: માર્ક સેલ્બી ક્વાર્ટર ફાઇનલમાં, માર્ક એલનનો સામનો કરશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?