સુરત, 7 ડિસેમ્બર(હિ. સ.)-કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના ભાથીફડિયા અને કાલીબેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
બંને ગામોમાં ગામના અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું. તેમજ વિવિધ શાખા અધિકારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે ભાથીફડિયા ગામે સરપંચ રેખાબેન ચૌધરી, ડેપ્યુટી સરપંચ અનિલભાઈ ચૌહાણ, ગામના તલાટી-કમ-મંત્રી રાકેશભાઈ, વિસ્તરણ અધિકારી સંજયભાઈ, દૂધ મંડળીના મંત્રી કમલેશભાઈ ચૌધરી તેમજ કાલીબેલ ગામે સરપંચ સતિષભાઈ ચૌધરી, ડેપ્યુટી સરપંચ વજૂબેન અમિતભાઈ ચૌધરી, ગામના તલાટી-કમ-મંત્રી દર્શનાબેન ચૌઘરી સહિત PHC સઠવાવના મેડિકલ ઓફિસર ડૉ. ચિંતનભાઈ, ડૉ. તેજલબેન, સરપંચ એસોસિયેશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી, ICDS મુખ્ય સેવિકા જીજ્ઞાબેન ચૌધરી તથા પ્રજ્ઞાબેન ચૌધરી,આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, તાલુકા પંચાયતના કર્મચારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
