નવી દિલ્હી, 07 ડિસેમ્બર (હિ.સ.) દિલ્હી હાઈકોર્ટે આગામી આદેશો સુધી દિલ્હીના અસોલા વન્યજીવ અભયારણ્યમાં, જંગલ ઓન વ્હીલ્સ, સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન કરવા પર, પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ જસમીત સિંહની ખંડપીઠે આ આદેશ આપ્યો છે.
હાઈકોર્ટે 5 ડિસેમ્બરે નિર્ણય અનામત રાખ્યો હતો. 29 નવેમ્બરે સુનાવણી દરમિયાન કોર્ટે આ ઘટના પર, દિલ્હી વન વિભાગને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે,” અમે દરેક હેક્ટર જંગલોને લઈને ચિંતિત છીએ, તમે આ પ્રકારનું આયોજન કેવી રીતે કરી શકો.” વાસ્તવમાં, આ કેસના એમિકસ ક્યૂરીએ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે,” દિલ્હી સરકાર અસોલા સેન્ચ્યુરીમાં વોક વિથ વાઇલ્ડલાઇફની, ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહી છે.” એમિકસ ક્યુરીએ કોર્ટને, કેટલાક ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા. જેમાં રિજની અંદર છથી આઠ ફૂટ પહોળો રસ્તો દેખાતો હતો. એમિકસ ક્યુરીએ કહ્યું હતું કે,” સેન્ટ્રલ રિજ મેનેજમેન્ટ, બોર્ડની પરવાનગી વિના આ રોડ બનાવી શકાય નહીં.”
સુનાવણી દરમિયાન દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વકીલે, સંબંધિત નાયબ વન સંરક્ષકની એફિડેવિટનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં રિજની અંદર રોડ બનાવતા પહેલા રિજ મેનેજમેન્ટ બોર્ડની પરવાનગી લેવામાં આવી ન હતી. જસ્ટિસ જસમીત સિંહે આના પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે,” દિલ્હીના જંગલો તેના નાગરિકોના છે અને વન વિભાગ તેની ઈચ્છા પ્રમાણે કામ કરી શકે નહીં.”
હિન્દુસ્થાન સમાચાર / સંજય / સંજીવ / પવન / માધવી
