

સમાજના નેતાઓ,અધિકારીઓએ સુધરવાની અને સંગઠિત થવાની જરૂર શાંતિકર વસાવા.
સખત શબ્દોમાં વખોડી કાઢું છું શાંતિકર વસાવાને ઈંટનો જવાબ પથ્થરથી આપીશું મનસુખ વસાવા.
ભરૂચ,18 ડિસેમ્બર (હિ.સ.) ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં અધ્યક્ષ સ્થાને મનસુખ વસાવાના ઉદબોધન પછી લોકો સાથે નીચે બેઠેલા શાંતિકર વસાવાએ સ્ટેજ પર આવી તેનું વક્તવ્ય માઇકમાં શરૂ કરી દીધુ હતું. જેમાં તેણે જાતિનો દાખલો આપનાર અને બંધારણને કોઈ યાદ જ નથી કરતું તેમજ હું યુનોમાં પણ જઈને આવ્યો છું ત્યાં આદિવાસી સમાજનું કોઈ સ્થાન નથી તેમ કહી તેના માટે જવાબદાર પાછળ આંગળી કરીને આ નેતાઓ અને અધિકારીઓ છે તેવું જાહેર મંચ ઉપરથી સમાજના કાર્યક્રમમાં બોલતા લોકોએ તેમને ચીચિયારીઓ પાડીને સમર્થન આપ્યું હતું પરંતુ તે સમયે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ તેનો વિરોધ કરી નહિ બોલવા જણાવી દીધું હતું તેમ છતાં તેણે સ્ટેજની નીચે બેસેલા લોકોની પરવાનગી લઈને વક્તવ્ય આપવાનું ચાલુ જ રાખ્યું હતું તે સમયે મનસુખ વસાવા એકદમ ઉગ્ર બની સ્ટેજ પરના નેતાઓ અધિકારીઓ તેમજ સમાજના અગ્રણીઓને આ શાંતિકર વસાવા લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે સમાજમાં ભાગલા પડવાનું કરે છે તેને બંધ કરાવો તેમ કહ્યું હતું.
ઝઘડિયાનાં બલેશ્વર ગામ ખાતે આયોજીત સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાંથી પરત ફરતી વેળા ડો. શાંતિકર વસાવા પર થયો હૂમલો.નેત્રંગ ચાર રસ્તા પાસે ચાર ઈસમોએ તેમની કારને અટકાવવાનો પ્રયાસ કર્યો. કાર ઉપર પથ્થરમારો કર્યો હતો.શાંતિકર વસાવાએ મંચ ઉપરથી રાજકીય નેતાઓની ટીકા કરતા તેઓ ભોગ બન્યા હોવાનું અનુમાન.સમાજ પાછળ છે તેમાં રાજકીય નેતાઓનો પણ ભાગ હોવાનું કહેતા સાંસદ મનસુખભાઇ વસાવા એ પોતાની જગ્યા પરથી ઉભા થઇને વિરોધ કર્યો હતો અને ગુસ્સે ભરાયા હતાં.
શાંતિકર વસાવા વ્યવસાયે ડોક્ટર અને આદિવાસી સમાજના અગ્રણી આગેવાન છે.આજે મે જે વ્યક્તવ્ય આપ્યુ તે કોઇ ને ગમ્યું ન હોય એટલે આ હુમલો થયો હોય એવું મને લાગે છે – ડો. શાંતિકર વસાવા.
મારું અધ્યક્ષ સ્થાન હતું સમાજ આખો જાણે છે મારા વક્તવ્ય પછી કોઈપણ બોલી જ ના શકે છતાં પણ કેટલાક લોકોએ માઇક ખૂંચવીને બોલવાનો પ્રયાસ કર્યો ને મંચ ઉપર બેઠેલા અધિકારીઓ, કર્મચારીઓ હતા જે વસાવા સમાજનું ક્રીમ કહેવાય તેવા લોકોને અને કેટલાક રાજનીતિક ક્ષેત્રે કામ કરનાર પાર્ટીના કોંગ્રેસ ભાજપ અલગ અલગ બીટીપીના અને આપનાએ બધા જ શાંતિથી બેઠા હતા શાંતિકર વસાવાએ ઇરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કરી કરીને કીધું સુધરવાની આમને જરૂર છે એક થવાની આમને જરૂર છે. ભાઈ સમાજ આજે બધા એક છે એને એ વાત કહેવાની જરૂર નહોતી શાંતિકર વસાવાને મારે કહેવાનું છે કે એકતા પરિષદ ચલાવો છો આદિવાસી એકતા પરિષદ સંગઠનની વાતો કરવાની હોય પણ આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનો હોય નેતાઓ અધિકારીઓના વિરોધમાં ના જવાય એ અધિકારી કેમ બન્યા છે તેના માબાપે ભણાવ્યા છે તેનામાં કંઈક આગવી સૂઝ છે તો આજે આદિવાસી અધિકારી કર્મચારી નોકરી કરે છે તેને સમાજની લાગણી છે ત્યારે આજે શાંતિકર વસાવાએ તેમના પર આંગળી કરી કરીને નીચા બતાવવાના અને સમાજના ભોળા લોકોને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા તેને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિ કર વસાવાને ઈંટનો જવાબ પથ્થરથી આવનાર દિવસોમાં આપીશું . મનસુખ વસાવા ભરૂચ જિલ્લા સાંસદ.
હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ
