નવી દિલ્હી, 19 ડિસેમ્બર (હિં.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 2024 ની આવૃત્તિ, 22 માર્ચથી મેના અંતમાં રમાય તેવી શક્યતા છે. જેમાં ચૂંટણી પંચ દ્વારા ભારતની સામાન્ય ચૂંટણી માટે મતદાનની તારીખોને, આખરી ઓપ આપ્યા પછી, અંતિમ સમયપત્રક જાહેર કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ, માર્ચ અને એપ્રિલમાં ઉપલબ્ધ રહેશે નહીં. આ સિવાય ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને ઓક્શનમાં ખરીદવામાં આવે તો, તે મેના પહેલા અઠવાડિયાથી જ ઉપલબ્ધ થઈ જશે. તે સમજી શકાય છે કે, તે અને તેની પત્ની ચેરીના મર્ફી ક્રિશ્ચિયન તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખે છે. તેને આરસીબી દ્વારા, રિલીઝ કરવામાં આવ્યો અને રૂ. 2 કરોડ (અંદાજે 240,000 અમેરિકી ડોલર)ના આધાર મુલ્ય સાથે હરાજીમાં પ્રવેશ કર્યો.
હરાજીમાં અન્ય તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, આઈપીએલની સમગ્ર સિઝન માટે ઉપલબ્ધ રહેવાની અપેક્ષા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખેલાડીઓ પર, પસંદગી છોડી દીધી છે કે, તેમણે શીલ્ડ ફાઈનલ અને આઈપીએલમાંથી કોઈ એકની પસંદગી કરવી છે કે નહિ.
ઈંગ્લેન્ડઃ રેહાન હરાજીમાંથી ખસી ગયો-
ઈંગ્લેન્ડ 22 થી 30 મે દરમિયાન ટી-20 શ્રેણી માટે, પાકિસ્તાનની યજમાની કરવાની છે, પરંતુ ઇસીબી એ, આઈપીએલને કહ્યું છે કે,’ તેના ખેલાડીઓ આખી સિઝન માટે ઉપલબ્ધ રહેશે.’
હેરી બ્રુક, ફિલ સોલ્ટ, ક્રિસ વોક્સ અને આદિલ રાશિદ એ હરાજીમાં પ્રવેશેલા ઇંગ્લેન્ડના ટોચના ખેલાડીઓમાં સામેલ છે.
ઇએસપીએનક્રિકઇન્ફોના જણાવ્યા અનુસાર,’ 19 વર્ષીય લેગસ્પિન ઓલરાઉન્ડર રેહાન અહેમદ, જેણે તેની મૂળ કિંમત રૂ. 50 લાખ (અંદાજે 60,000 અમેરિકી ડોલર) રાખ્યુ હતું, તેને ટૂંકી સૂચના પર હરાજીમાંથી પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
શ્રીલંકા: હસરંગા, ચમીરા ઉપલબ્ધ-
શ્રીલંકા ક્રિકેટે સમગ્ર આઈપીએલ 2024 માટે, તેના તમામ પ્રમુખ વ્હાઈટ-બોલ ખેલાડીઓ, ઉપલબ્ધ કરાવ્યા છે. આમાં મહેશ થીક્ષાના, મથિશા પથિરાના, વાનિન્દુ હસરંગા અને દુષ્મંથા ચમીરાનો સમાવેશ થાય છે, જેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે અને અનુક્રમે આરસીબી અને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા બહાર પાડવામાં આવ્યા બાદ હરાજીમાં છે.
બાંગ્લાદેશ: તસ્કીન, શોરફુલ હરાજીમાંથી ખસી ગયા
ડાબોડી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને, બીસીબી દ્વારા, 22 માર્ચથી 11 મે વચ્ચે આઈપીએલ 2024 રમવાની પરવાનગી આપવામાં આવી છે. જો તેને હરાજીમાં ખરીદવામાં આવે તો. તેને દિલ્હી કેપિટલ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે અને તેની મૂળ કિંમત રૂ. 2 કરોડ (અંદાજે 240,000 અમેરિકી ડોલર ) હોવાનું કહેવાય છે.
આયર્લેન્ડ: જોશ લિટલ ઉપલબ્ધ-
આયર્લેન્ડનો ડાબોડી ફાસ્ટ બોલર જોશ લિટલ, 2024ની સમગ્ર સિઝન માટે ગુજરાત ટાઇટન્સ માટે ઉપલબ્ધ રહેશે, અને 22 થી 26 માર્ચ દરમિયાન બાંગ્લાદેશ સામેની વન-ઑફ ટેસ્ટમાં ભાગ લેશે નહીં. તે પાકિસ્તાન સામેની આયર્લેન્ડની ટી20 શ્રેણી (7-14 મે) અને નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ સામેની શ્રેણી, (19-26 મે) પણ નહી રમે.
અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેએ તેમના ખેલાડીઓ આઈપીએલ 2024 માટે, સંપૂર્ણ રીતે ઉપલબ્ધ કરાવ્યા છે, જો તેઓને હરાજીમાં ખરીદવામાં આવે તો.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
