ગીર સોમનાથ, 27 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં બુધવારના રોજ મંડળ કચેરી ખાતે “સંવિધાન દિવસ” (Constitution Day) ઊલ્લાસપૂર્વક મનાવવામાં આવ્યો. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ સંવિધાન દિવસના અવસરે ભાવનગર મંડળના અધિકારીઓ અને કર્મચારીઓને ભારતના સંવિધાનની ઉદ્દેશિકા વાંચી સંભળાવી અને સંવિધાન પ્રત્યે સંકલ્પબદ્ધ તથા સમર્પિત રહેવા તેમજ રાષ્ટ્રીય અખંડિતાની શપથ લેવડાવી.
રાષ્ટ્રમાં સામ્પ્રદાયિક સદભાવ જળવાઈ રહે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપ્રતિ સમર્પિત રહી સેવા આપવા શપથ લેવડાવવામાં આવી. સંવિધાન દિવસના સંદર્ભમાં મંડળ રેલ પ્રબંધકેએ ભારતને સંપૂર્ણ પ્રભુત્વ ધરાવતું સમાજવાદી, પંથનિરપેક્ષ, લોકશાહી ગણરાજ્ય બનાવવા તથા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર–અભિવ્યક્તિ–વિશ્વાસ–ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરમાં સમાનતા મળવી તે માટે, તેમજ વ્યક્તિની ગૌરવભાવના સાથે રાષ્ટ્રની એકતા અને અકંડિતા સુનિશ્ચિત કરતું ભાઇચારો વિકસે તે દિશામાં સંકલ્પબદ્ધ રહેવાની શપથ લેવડાવી. ભાવનગર મંડળના તમામ સ્ટેશનો, ડેપો, કચેરીઓ તેમજ વર્કશોપોમાં અધિકારીઓ, પર્યવેક્ષકો અને કર્મચારીઓ દ્વારા સંવિધાનની ઉદ્દેશિકા વાંચીને ઉત્સાહભેર “સંવિધાન દિવસ” ઉજવાયો.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
