નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.) વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) એ સરકારી અને
અર્ધ-સરકારી કંપનીઓ, ખાસ કરીને
રેલ્વેમાં ‘ફક્ત હલાલ’ નીતિના અમલ સામે
સખત વાંધો વ્યક્ત કર્યો છે. વીએચપી જણાવે છે કે,” એક ધર્મની આહાર પરંપરાઓને પ્રાથમિકતા આપવી એ
બંધારણની બિનસાંપ્રદાયિક ભાવનાની વિરુદ્ધ છે અને ખોરાકની પસંદગીની સ્વતંત્રતાને
મર્યાદિત કરે છે. વધુમાં,
તે પરંપરાગત રીતે
માંસના વેપારમાં સામેલ બિન-મુસ્લિમ સમુદાયોની આજીવિકા પર અસર કરે છે.”
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ નીતિ
સામે મળેલી ફરિયાદોના આધારે રેલ્વેને નોટિસ જારી કરી હતી.
વીએચપી પ્રવક્તા વિનોદ બંસલે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું
કે,” કેટલીક સંસ્થાઓ, સરકારી અને
અર્ધ-સરકારી સંસ્થાઓ, પીએસયુ અને ખાનગી
સંસ્થાઓમાં ‘ફક્ત હલાલ’ નીતિના અમલીકરણથી
પ્રશ્ન ઊભો થાય છે: શું આ પરંપરાગત રીતે માંસના વેપારમાં સંકળાયેલા બિન-મુસ્લિમ
સમુદાયોની આજીવિકા પર અસર નથી કરતું?”
તેમણે કહ્યું કે, હલાલ પ્રમાણપત્ર માટેની કેટલીક ધાર્મિક
આવશ્યકતાઓ – જેમ કે હલાલ ઓપરેટર મુસ્લિમ હોવું, પ્રાણી મક્કા તરફ મુખ રાખવું અને ચોક્કસ ધાર્મિક વાક્યોનું
પઠન – જાહેર સંસ્થાઓ માટે યોગ્ય ન પણ હોય. તેથી, ભારતીય રેલ્વે માટે ફક્ત હલાલ-પ્રક્રિયા કરેલ
માંસ જ ઓફર કરવું યોગ્ય નથી.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
