પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.)પાટણ તાલુકાના એક ગામમાંથી 13 વર્ષ અને 3 માસની સગીરાના અપહરણની ઘટના સામે આવી છે. આ બનાવ 10 થી 11 ઓગસ્ટ 2025ના સમયગાળા દરમિયાન બન્યો હતો, જેમાં અજાણ્યા શખ્સે સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી ઉઠાવી લીધી હતી.
આ ગંભીર ઘટનાને લઈને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બી.એન.એસ. કલમ 137(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
સગીરાને શોધી કાઢવા માટે, પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને શોધખોળના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર
