અમદાવાદ,09 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સ્વચ્છતા હી સેવા થીમ હેઠળ હાલમાં ચાલી રહેલ સફાઈ ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત સામૂહીક સફાઈની સાથો સાથ સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાનો કાર્યક્રમ ન્યુ સી.જી. રોડ, ચાંદખેડા ખાતે રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વોર્ડના મ્યુનિ.કાઉન્સીલરઓ, ડે.મ્યુનિ.કમિશનર (પશ્ચિમ ઝોન), ઝોનના
તમામ વિભાગના અધિકારીઓ, SMS હોસ્પિટલના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ, વિવિધ
NGO, સોસાયટીના રહીશો, કોમર્શિયલ કોમ્પ્લેક્સના વેપારીઓ, પોદ્દાર સ્કૂલ, સાકાર સ્કૂલ, દુન
બ્લોસમ સ્કૂલના વિદ્યાર્થીઓ મળી કુલ 1200 થી વધુ લોકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમના ભાગરૂપે આશરે ૭૫થી વધુ બાઈક મારફતે બાઈક રેલીનું આયોજન કરાયું
હતું. જેમાં પ્લે કાર્ડ અને ઓડિયોના માધ્યમથી લોકોને સ્વચ્છતા અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંકુલના બાળકોએ તેઓની સ્કૂલના બેન્ડ સાથે રેલી કાઢી બેનર અને પ્લે કાર્ડના માધ્યમથી સામાન્ય લોકોને સ્વચ્છતાનું જીવનમાં મહત્વ સમજાવી શહેરને સ્વચ્છ રાખવાનો સુંદર સંદેશ આપ્યો હતો.
સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે સ્વચ્છતાના વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં
આવ્યું હતું, જેમાં દરેક સ્કૂલના પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો તથા પ્રમાણપત્રો આપી તેઓનો ઉત્સાહ વધારવામાં આવેલ હતો.
આ કાર્યક્રમના ભાગરૂપે જ સ્કૂલના બાળકોના વાલીઓ પાસેથી આશરે 475 થી વધુ ફીડબેક
ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. SMS હોસ્પિટલના ડોક્ટર્સ તથા અન્ય સ્ટાફે પણ સ્થળ પર હાજર રહી ન્યુ.સી.જી. રોડની સામુહીક સફાઈ કરી હતી.
આમ, કાર્યક્રમના સુંદર આયોજન અને સામાન્ય લોકો, સ્કૂલના બાળકો SMS હોસ્પિટલના
સ્ટાફના સહકારથી ખૂબ જ ઉત્સાહવર્ધક વાતાવરણમાં સ્વચ્છતા અંગે જનજાગૃતી લાવવાનો તથા ન્યુ.સી.જી. રોડની સામુહીક સફાઈનો અભુતપૂર્વ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર/
