
ઈન્ટાસ ફાર્મામાં નાઈટ ડ્યુટી કરવા જતાં 10 હજાર ઉપાડ્યા બાદ થઈ છેતરપીંડી.
સિક્યુરીટી ગાર્ડને તમારું ટ્રાન્જેકશન ફેઇલ થયું છે તેમ કહી એટીએમ બદલી નાણાં ઉપાડી લીધા.
ભરૂચ 17 જાન્યુઆરી ( હિ. સ ). ઇન્ટાસ ફાર્મા કંપનીના સિક્યુરીટી ગાર્ડનું એટીએમ બદલી ગઠિયાઓ 1.08 ઉપાડી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા.બનાવની સિક્યુરીટી ગાર્ડે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથધરી છે.
અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા રામભરોસે લલ્લાંન અંક્લેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ એશીયન પેઈન્ટ ચોકડી નજીક ઈન્ટાસ ફાર્માસ્યુટીકલ કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે . નાઈટ શીફટની ડ્યુટીમાં હોય ઘરેથી ફરજ ઉપર જવા નીકળ્યા હતા .તેને રૂપિયાની જરૂરીયાત હોવાથી રસ્તામાં એશીયન પેઈન્ટ ચોકડી નજીક H.D.F.C બેંકના એ.ટી.એમ માં નાણાં ઉપાડવા ગયા હતા તે અરસામાં એટીએમની અંદર અગાઉથી ત્રણ ચાર માણસો હાજર હતા. 10 હજાર ઉપાડી રામભરોસે લલ્લાંન પરત કંપનીમાં જઈ રહ્યા હતા ત્યારે પાછળ ઉભેલ એક માણસે આવી અચાનક જ તમારૂ ટ્રાન્જેકશન ફેલ બતાવી રહ્યું છે.પરત એટીએમમા જતા વાતોમાં ભેળવી નજર ચુકવી ATM બદલી લઇ તેની પાસે રહેલ રામભરોસે લલ્લાંન જેવું એસ.બી.આઈ બેંકનુ એ.ટી.એમ કાર્ડ આપી કહેલ કે તમારૂ ટ્રાન્જેક્શન થઈ ગયેલ છે. આ એ.ટી.એમ કાર્ડ લઈ તેઓ નોકરીએ જતાં રહ્યાં હતાં.બીજા દિવસે મોબાઈલમાં રૂપિયા ઉપડી ગયેલાનો મેસેજ આવેલા હતા અને તેમના બેંક એકાઉન્ટમાંથી અલગ ટ્રાન્જેકશનમાં કુલ 1.08 લાખ રૂપિયા કોઈ અજાણ્યા ઈસમે ઉપાડી લીધેલા હતા. આ જાણ થયા બાદ તેની પાસે રહેલ એ.ટી.એમ કાર્ડ જોતા તેમાં બીજાનું નામ હતુ. જેથી છેતરપીંડી થયાનું જણાતા આ અંગે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ
/બિનોદ
