– સામાન્ય દિવસો કરતાં 74% વધુ ઈમરજન્સી કોલ મળ્યા
રાજકોટ/અમદાવાદ,18 નવેમ્બર (હિ.સ.) સમગ્ર રાજ્યમાં 108નું શ્રેષ્ઠ અમલીકરણ થઇ રહ્યું છે. દર્દી નારાયણને હોસ્પીટલમાં સમયસર પહોંચાડતી 108ની શ્રેષ્ઠ અને અવિરત સેવાથી અનેક માનવજીવન સમયસર સારવાર મેળવી શકે છે અને જીવન બચી શકે છે. રાજકોટ જિલ્લામાં દિવાળીના તહેવારોના ત્રણ દિવસ દરમ્યાન 12800થી વધુ ફોન
કોલ્સ આવ્યા હતા. દિવાળીના દિવસે પણ 108ની ટીમે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી.
108ને નૂતન વર્ષમાં જ ૪૪૭૫ ફોન આવ્યા હતા. જેમાં ૨૨૫૩ રોડ એક્સીડેન્ટના કેસો હતા. જે આ અકસ્માતોની સંખ્યા સામાન્ય દિવસો કરતા 74% વધુ હતી. જયારે 1539 રોડ એક્સીડેન્ટ સિવાયના કેસો હતા.ફીઝીકલ એસોલ્ટના 669 કેસો, પડી જવાના 639 કેસો, દાઝી જવાના 69 કેસો આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
