
અંબાજી 06 જાન્યુઆરી (હિ.સ.) આવનારા સમય માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને સાથે હાલ માં રવિપાકની સીઝન પણ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આ અંગે મતદાન જાગૃતિ સાથે પ્રાકૃતિક ખેતીવાડી સહીત રાષ્ટ્રીય કાર્યક્રમ બની ચૂકેલા સ્વછતા અભિયાન અંગે આદિવાસી વિસ્તારમાં લોક જાગૃતિ લાવવા માટે અંબાજીની આર્ટસ કોલેજ દ્વારા સંચાલિત એન એસ એસ ટીમ દ્વારા આજે આદિવાસી વિસ્તાર કેસરપુરા ગામે એન એસ એસ ની સાત દિવસીય જાગૃતિ સીબિર નું મૂળ કેસરપુરા ના પૂર્વ આસિસ્ટન્ટ કમિશનર સેલટેસ વિભાગ ના બાબુભાઇ ગમાર તેમજ આર્ટસ અને કોમર્સ કોલેજ ના પ્રિન્સિપાલ ડો.એન એસ પટેલ ,ડો.હસમુખભાઈ પટેલ, ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી નાં તાલુકા પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ એ દીપ પ્રગટાવી કેમ્પ ખુલ્યો મુક્યો હતો.
આદિવાસી વિસ્તાર માં ખાસ કરીને વ્યસન મુક્તિ,નિરક્ષતા તેમજ આદિવાસી વિસ્તાર ના કુરિવાજો અંગે તેમની જ ભાષા માં તેમને જાગૃત કરવા એન એસ એસ ના 50 ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા આ સબળ કામગીરી કરવામાં આવશે ,એટલુંજ નહિ ગામ માં સાત દિવસ દરમિયાન રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરીને મનોરંજન પૂરું પાડવામાં આવશે આજે દાંતા તાલુકા માં કેસરપુરા ખાતે ખુલ્લા મુકાયેલા આ કેમ્પ માં કેસરપુરા ના સરપંચ,આર્ટસ કોમર્સ કોલેજ ના પ્રોફેસરો, ,સ્થાનિક શાળા ના આચાર્ય સહીત ગ્રામ જનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રધ્યાપિકા ડો. સવિતા બેન પટેલ એ કર્યો હતો
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્ર અગ્રવાલ
