ગીર સોમનાથ, 26 નવેમ્બર(હિ. સ.)-ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ વચ્ચે તાલાલાના ધાવા ગામે મકાન પર વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. જોકે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ. વીજળી પડવાને કારણે મકાનનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત બન્યો છે તો તાલાલા અને ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
