નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવારે) ફરી એકવાર દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ શેર કરશે. આ ‘મન કી બાત’ની આ 107 મી આવૃત્તિ હશે. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાની 15 મી વરસી પર યોજાનારી આ ‘મન કી બાત’માં, તે હુમલાને પગલે આતંકવાદ પર પણ, પોતાના વિચારો વ્યક્ત કરશે.
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ માટે તેમણે સૌથી પહેલા રેડિયો, એટલે કે ઓલ ઈન્ડિયા રેડિયોને પોતાના માધ્યમ તરીકે પસંદ કર્યું. જેના કારણે નવા યુગમાં રેડિયોનું મહત્વ ફરી એકવાર રેખાંકિત થયું. ઓક્ટોબર 2014 થી દર મહિનાના છેલ્લા રવિવારે, સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદીની ‘મન કી બાત’ની પરંપરા ચાલુ છે. હવે ‘મન કી બાત’ દેશની 23 ભાષાઓ અને 29 બોલીઓ, તેમજ 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. વડાપ્રધાન મોદી ‘મન કી બાત’ માટે તેમના પોર્ટલ દ્વારા, લોકો પાસેથી સૂચનો પણ આમંત્રિત કરે છે અને તેમને તેમની ચર્ચામાં સામેલ કરે છે.
વડાપ્રધાન મોદીનો આ સૌથી ચર્ચિત કાર્યક્રમ છે. આમાં, તે માત્ર વર્તમાન ઘટનાઓ અને ઘટનાઓની ચર્ચા જ નથી કરતા, પરંતુ ‘મન કી બાત’ દ્વારા સમગ્ર દેશમાં થઈ રહેલા પ્રેરણાદાયી પ્રયોગોને પણ, કેન્દ્રમાં લાવે છે. ‘મન કી બાત’ માં ચર્ચા પછી, કઈ એનજીઓ અને સંસ્થાઓને તેમની ચર્ચા પછી ફાયદો થયો અથવા તેમના કાર્યને વિસ્તૃત કર્યું તે અંગે પણ ચર્ચા કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / જિતેન્દ્ર / મુકુંદ / માધવી
