જૂનાગઢ 18 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ,વર્ષ ૨૦૨૫-૨૬માં ખેતીવાડી ખાતા દ્વારા, ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના) સાધનમાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યુ છે.
જે માટે ઓનલાઈન અરજી કરવા ખેડુતોએ https://ikhedut.gujarat.gov.in/ ઉપર તા. ૨૯/૧૧/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.
આ અંગે વધુ જાણકારી ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યા છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
