ગીર સોમનાથ 9 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢમાં ભવનાથ ખાતેની મીનરાજ શૈક્ષણિક સંસ્થામાં આયોજિત જિલ્લા કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા ૨૦૨૫- ૨૬માં કલા સાહિત્યની ૩૬ જેટલી કૃતિઓમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલા કલાકારો હવે પ્રદેશકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ -ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-જૂનાગઢ સંચાલિત જિલ્લા કક્ષા- મહાનગર કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી સાહિત્ય, સાંસ્કૃતિક, કલા વગેરે જેવી વિવિધ ૩૬ કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ વિભાગો- અ, બ અને ખુલ્લા વિભાગોમાં જુદા જુદા વય-જૂથમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓએ પોતાની વિશિષ્ટ પ્રતિભાને રજૂ કરી હતી. જેમાં બહોળી સંખ્યામાં કલાકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ વિજેતા થયેલ કલાકારો આગામી ટૂંકમાં પ્રદેશકક્ષાની સ્પર્ધામાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરવા જશે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
