
અમદાવાદ, 19 જાન્યુઆરી(હિ. સ.)-આગામી 22 જાન્યુઆરીએ (સોમવાર) અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થનાર છે, જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. જેને જોતાં કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ રાજયમાં અડધા દિવસની રાજા જાહેર કરેલ છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ રાજય સરકારની તમામ કચેરીઓ તથા સરકારની તમામ સંસ્થાઓમાં 2:30 સુધી બંધ રહશે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ
