વડોદરા/અમદાવાદ,20 ડિસેમ્બર (હિ.સ.) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(SVIT) દ્વારા તાજેતરમા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય સાર્વત્રિક માનવ મૂલ્ય પર ત્રણ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં વિવિધ સમગ્ર ગુજરાત ની ઇજનેરી શાખાના 60 થી વધુ ફેકલ્ટીઓએ સક્રિયપણે ભાગ લીધો છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ આલોક કુમાર પાંડેને સંસાધન વ્યક્તિ તરીકે, મણિલાલ અમીપરાને સહ-સુવિધાકાર તરીકે અને હાર્દિક રાઠોડને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા.
આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં આલોક કુમાર પાંડેએ વિવિધ વિષયો જેવા કે સર્વગ્રાહી વિકાસ-શિક્ષણની ભૂમિકા, સુખ-સમૃદ્ધિ અને મનુષ્યમાં સંવાદિતાની શોધખોળ જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી છે.
એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ રોનક પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિક પટેલ, મંત્રી ગૌરાંગ પટેલ, સહ મંત્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશ પટેલ, ટ્રસ્ટી સતિષ પટેલ, સંજય પટેલ, હેમંત પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશ પટેલ, આચાર્ય ડૉ. ડી.પી સોની અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સમાજ ઉપયોગી સુંદર કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
